અમદાવાદ રહેતો ચેઇન સ્નેચર રાજેશ કચરા પરમાર મોડાસાના કોલીખડ ગામનો રહેવાસી છે
Advertisement
મોડાસા શહેરની દ્વારકાપુરી રેસીડેન્સીમાં રહેતા ગીતાબેન નામના મહિલા શાકભાજી લઇ ઘરે પરત ફરતા સમયે રેસિડેન્સીમાંથી હાઈસ્પીડ બાઈક પર બે ચેઈન સ્નેચર ત્રાટકી પાછળ બેઠેલા સ્નેચરે મહિલાનો ત્રણ તોલાનો સોનાનો દોરો તોડવાનો પ્રયત્ન કરતા મહિલાએ ચેઇન સ્નેચરનો હાથ હડસેલી બુમાબુમ કરતા ચેઇન સ્નેચર બાઈક પર ફરાર થઇ ગયા હતા સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થતા અને શહેરના માર્ગ પર લાગેલા નેત્રમ કેમેરામાં ચેઇન સ્નેચરો કેદ થતા મોડાસા રૂરલ પોલીસે ગણતરીના કલાકોમાં મોડાસા-ધનસુરા હાઇવે પરથી દબોચી લીધા હતા
મોડાસા રૂરલ પીએસઆઇ ભરતસિંહ ચૌહાણ અને તેમની ટીમે મોડાસાની દ્વારકાપુરી સોસાયટીમાં મહિલાનો સોનાનો દોરો તોડવાનો નિષ્ફ્ળ પ્રયાસ કરી એફઝેડ બાઈક પર ફરાર થઇ ગયેલા ચેઇન સ્નેચરને ઝડપી પાડવા નેત્રમ કેમેરાના સીસીટીવી ફૂટેજનું એનાલીસીસ કરી બંને ચેઇન સ્નેચરને ઝડપી પાડવા મોડાસા-ધનસુરા રોડ પર વોચ ગોઠવતા મોડાસા તરફથી એફઝેડ બાઈક પર આવતા અટકાવી ફેસટેગર એપની મદદથી ચેઇન સ્નેચર 1)રાજેશ કચરા પરમાર (મૂળ રહે,કોલીખડ-મોડાસા હાલ રહે,102 ઔડા મકાન, બ્લોક-4, રાજીવ સિંધીયા નગર-નવા નરોડા) અને 2)સંદીપ બલેશ્વર (રહે,બાબુ રબારીની ચાલી,સુભાષ નગર-અમદાવાદ) ને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દઈ ગણતરીના કલાકોમાં ગુન્હાનો ભેદ ઉકેલી નાખ્યો હતો આરોપીઓ અગાઉ પ્રાંતિજ ઘરફોડ ચોરીમાં જેલની હવા ખાઈ ચુક્યા હોવાની માહિતી પોલીસસુત્રો પાસેથી પ્રાપ્ત થઇ હતી