39 C
Ahmedabad
Thursday, April 18, 2024

મર્દાની મહિલા PSI : બુટલેગરે દારૂ ભરેલી કાર મોડાસામાં સ્ટેટ વિજીલન્સ ના વાહનને ટક્કર મારી,ઈજાગ્રસ્ત PSIએ બુટલેગરોને દબોચ્યા


અરવલ્લી જીલ્લા સેવાસદન નજીક સ્ટેટ વિજિલન્સની ટીમે દારૂ ભરેલી કાર સાથે બે બુટલેગરોને દબોચી લીધા
સ્ટેટ વિજિલન્સના વાહનને ટક્કર મારતા વાહનમાં સવાર મહિલા PSI કુંભાર અને પોલીસકર્મીઓ ઈજાગ્રસ્ત થતા બુટલેગરો ભાગતા પીછો કરી ઝડપી લીધા
સ્ટેટ વિજિલન્સના મહિલા PSI એન.એચ.કુંભારની હિંમતને ધારાસભ્ય ધવલસિંહ ઝાલા સહીત લોકોએ બિરદાવી હતી

અરવલ્લી જીલ્લાની રતનપુર ચેકપોસ્ટ બુટલેગરો માટે સિલ્કરૂટ તરીકે જાણીતી છે વર્ષે દહાડે કરોડો રૂપિયાનો વિદેશી દારૂ લાઈન મારફતે ઠલવાઇ રહ્યો છે જીલ્લાના માર્ગો પરથી દારૂની લાઈનો ચાલતી હોવાની ચર્ચાને સ્ટેટ મોનેટરીંગ સેલે મહોર લગાવતા જીલ્લા પોલીસતંત્ર શંકાના દાયરામાં આવી ગયું છે સ્ટેટ મોનેટરીંગ સેલે મોડાસા-શામળાજી રોડ પરથી વિદેશી દારૂ વિવિધ વાહનો મારફતે ઠાલવવામાં આવતો હોવાની બાતમી મળતા ધામા નાખ્યા હતા શામળાજી તરફથી દારૂ ભરેલી કારને ઝડપી પાડવા સ્ટેટ મોનેટરીંગ સેલની ટીમે પીછો કરતા બુટલેગરને ગંધ આવી જતા મોડાસા નજીક સ્ટેટ વિજિલન્સનના વાહનને ફિલ્મી સ્ટાઈલમાં ટક્કર મારતા મહિલા પીઆઈ અને પોલીસકર્મીઓ ઈજાગ્રસ્ત થતા બુટલેગરો દારૂ ભરેલી કાર મૂકી ભાગતા પીછો કરી દબોચી લીધા હતા.

Advertisement

સ્ટેટ મોનેટરીંગ સેલના મહિલા પીએસઆઇ એન.એચ.કુંભાર અને તેમની ટીમે અરવલ્લી જીલ્લા પોલીસતંત્રની આંખ નીચે મોટી માત્રામાં વિદેશી દારૂની હેરાફેરી વિવિધ વાહનો મારફતે થતી હોવાની બાતમી મળતા સ્ટેટ મોનેટરીંગ સેલની ટીમે ખાનગી વાહનો મારફતે જીલ્લાના માર્ગો પર પેટ્રોલિંગ હાથધરી શામળાજી-મોડાસા રોડ પર વોચ ગોઠવી હતી રવિવારે વહેલી સવારે કારમાં વિદેશી દારૂની ખેપ થતી હોવાની બાતમી મળતા સ્ટેટ મોનેટરીંગ સેલે શામળાજી તરફથી દારૂ ભરેલી કારનો પીછો કરતા ચબરાક બુટલેગરોને જાણ થતા મોડાસા જીલ્લા સેવાસદન નજીક બુટલેગરને અટકાવવા જતા બુટલેગરે દારૂ ભરેલી કાર સ્ટેટ મોનેટરીંગ સેલના ખાનગી વાહનને ટક્કર મારી ફરાર થવા જતા બંને વાહન ખોટકાઈ ગયા હતા સ્ટેટ મોનેટરીંગ સેલના મહિલા પીઆઈ અને પોલીસકર્મીઓ લોહીલુહાણ થતા બુટલેગરો કારમાંથી ઉતરી દોટ લગાવી હતી

Advertisement

ઈજાગ્રસ્ત હાલતમાં રહેલા મહિલા પીઆઈ કુંભાર અને તેમની ટીમે બુટલેગરો ભાગતા જોવા મળતા લોહી નીતરતી હાલતમાં મહિલા પીઆઈ અને તેમની ટીમે બંને બુટલેગરોનો પીછો કરી ઝડપી લીધા હતા સવારે જિલ્લા સેવાસદન નજીક ફિલ્મનું શુટિંગ ચાલતું હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા ટાઉન પોલીસને જાણ કરતા દોડી આવી હતી ઈજાગ્રસ્ત મહિલા પીઆઈ અને પોલીસકર્મીઓને સારવાર અર્થે દવાખાને ખસેડી પોલીસે દારૂ ભરેલ કાર ટાઉન પોલીસ સ્ટેશન ખસેડવા તજવીજ હાથધરી સ્ટેટ મોનેટરીંગ સેલની ફરિયાદ નોંધવા તજવીજ હાથધરી હતી કારમાં 25 થી વધુ દારૂની પેટી હોવાની પોલીસબેડામાં ચર્ચાએ જોર પકડ્યું હતું

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!