28 C
Ahmedabad
Friday, March 29, 2024

અરવલ્લી: મોડાસામાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ અરવલ્લી મહિલા સંવર્ગ દ્વારા મહિલા સંમેલન, વિશેષ સિદ્ધિ બદલ મહિલાઓ સન્માનિત


અંકિત ચૌહાણ, અરવલ્લી
અરવલ્લી જિલ્લાના જિલ્લા શિક્ષણાધિકારી અર્ચનાબેન ચૌધરી ના અધ્યક્ષ સ્થાને રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ અરવલ્લી જિલ્લા મહિલા સંવર્ગ દ્વારા મોડાસાની પાવનસીટી મોડાસા ખાતે મહિલા સંમેલન યોજવામાં આવ્યું હતું. આ સંમેલનમાં જિલ્લા તાલુકાના હોદ્દેદારો અને 52 સન્માનિત બહેનો સહિત 150 થી વધુ મહિલાઓ ઉપસ્થિત રહી હતી.

Advertisement

મહિલા સંમેલનના કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે શ્રી. એન.એસ. પટેલ લૉ કોલેજ મોડાસા ના આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ. સોનિયાબેન જોષી, અતિથિ વિશેષ તરીકે મોડાસા નગરપાલિકાના પ્રમુખ જલ્પાબેન ભાવસાર તથા પૂર્વ ધારાસભ્ય ભીખીબેન પરમાર, બીટ કેની ભગવતીબેન, ભિલોડા BRC ચેતનાબેન, લોકવિજ્ઞાન કેન્દ્રના કૉ. ઓર્ડીનેટર ચંદનબેન,
સંમેલનના અધ્યક્ષ અને મુખ્ય અતિથિ જિલ્લા શિક્ષણાધિકારી અર્ચનાબેન ચૌધરી એ મહિલા સશક્તિકરણ અંતર્ગત પોતાનું વક્તવ્ય આપ્યું હતું. આ સાથે જ કાયદાકીય કલમો તથા મહિલા સુરક્ષા વિષય પર મુખ્ય વક્તા ડૉ. સોનિયાબેન જોષી એ જરૂરી માહિતી મહિલાઓ સુધી પહોંચાડી હતી. અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત મોડાસા નગરપાલિકાના પ્રમુખ જલ્પાબેન ભાવસાર અને બાયડ-માલપુર પૂર્વ ધારાસભ્ય ભીખીબેન પરમારે મહિલા સશક્તિકરણ વિશે પોતાના વિચારો રજૂ કર્યા હતા.

Advertisement

Advertisement

રાજ્ય કક્ષાએ અલગ અલગ ઇવેન્ટોમાં ભાગ લીધેલ તથા વિશેષ સિદ્ધિ પ્રાપ્ત કરેલ 52 બહેનોનું સન્માન કરવામાં આવ્યું હતું. કરાટે દાવ નિદર્શન અને અન્ય માહિતીથી સુંદર આયોજન થયું હતું. જિલ્લાના મહિલા ઉપાધ્યક્ષ ગાયત્રીબેન પંડ્યા દ્વારા શાબ્દિક સ્વાગત અને જિલ્લાના મહિલા મહામંત્રી આશાબેન પ્રજાપતિ દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી. આ ઉપરાંત તાલુકાના હોદ્દેદારો આરાધનાબેન, ઇલાબેન તથા કલ્પનાબેન પટેલ, કલ્પનાબેન પારઘી, સોનલબેન મલાવત, મિત્તલબેન ઉપરાંત જિલ્લા તાલુકાના હોદ્દેદારો ભાઈઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉદ્‌ઘોષક તરીકે માલપુર તાલુકાના મહિલા ઉપાધ્યક્ષ આરાધનાબેન બારિયા એ કાયૅક્રમનું સુંદર સંચાલન કર્યું હતું. અરવલ્લી જિલ્લા મહિલા સંવગૅ દ્વારા સુંદર આયોજન કરવા બદલ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ અરવલ્લી જિલ્લાના અધ્યક્ષ મિનેષ પટેલે મહિલા ટીમને ખૂબ ખૂબ અભિનંદન સહ શુભેચ્છાઓ પાઠવી હતી

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!