29 C
Ahmedabad
Tuesday, April 23, 2024

અમદાવાદ: સીએમ ભૂપેન્દ્ર પટેલના કાફલાને લઈ મોટો નિર્ણય, તમામ સ્કોર્પિઓની જગ્યાએ હવે આ ગાડીઓ મુકાશે


આથી હવેથી સીએમનો સંપૂર્ણ કાફલો મોંઘીદાટ કારમાં ફરતો જોવા મળશે. માહિતી મુજબ, CM ભૂપેન્દ્ર પટેલના કાફલાની તમામ કાર હવેથી ફોર્ચ્યુનર કરી દેવામાં આવી છે.

Advertisement

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના કાફલાની બધી જ ગાડીઓ બદલવા માટેનો નિર્ણય લેવાયો છે. માહિતી મુજબ, થોડા દિવસ પહેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ માટે સ્કોર્પિયો ગાડીને બદલી ફોર્ચ્યુનર આપવામાં આવી હતી. ત્યારે હવે મુખ્યમંત્રીના કાફલાની તમામ ગાડીઓમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

Advertisement

તમામ કાર ફોર્ચ્યુનર કરી દેવાશે
માહિતી મુજબ, સૌથી પહેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની જ ગાડી સ્કોર્પિયોને બદલવામાં આવી હતી. સીએમના અવર-જવર માટે સ્કોર્પિયોથી બદલીને ફોર્ચ્યુનર ગાડી આપવામાં આવી હતી. ત્યારે હવે સીએમની સાથે સીએમ કાફલાની તમામ ગાડીઓ બદલવામાં આવશે. આથી હવેથી સીએમનો સંપૂર્ણ કાફલો મોંઘીદાટ કારમાં ફરતો જોવા મળશે. માહિતી મુજબ, CM ભૂપેન્દ્ર પટેલના કાફલાની તમામ કાર હવેથી ફોર્ચ્યુનર કરી દેવામાં આવી છે.

Advertisement

કાફલામાં તમામ ગાડીઓ બુલેટપ્રુફ, જીપીએસ અને અન્ય સુવિધાઓથી સજ્જ 
જણાવી દઈએ કે, રાજ્યના મુખ્યમંત્રીના કાફલામાં સામાન્ય રીતે 6 ગાડીઓનો સમાવેશ કરાય છે. પરંતુ, કટોકટીની સ્થિતિમાં એક સ્ટેન્ડ બાય કાફલા તરીકે અન્ય છ ગાડીઓને પણ રાખવામાં આવે છે. આ રીતે મુખ્યમંત્રીના કાફલામાં કુલ 12 ગાડીઓનો સમાવેશ કરવામાં આવે છે. જણાવી દઈએ કે, મુખ્યમંત્રીના કાફલામાં ઉપયોગ થતી તમામ ગાડીઓ બુલેટપ્રુફ, જીપીએસ અને અન્ય સુવિધાઓથી સજ્જ હોય છે. ઉપરાંત, સીએમના કાફલાની તમામ ગાડીઓ એક જ રંગ અને મોડલની હોય છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!