31 C
Ahmedabad
Saturday, June 10, 2023

અમરેલીમાં આફ્રિકાના જંગલો જેવા દ્રશ્યો, નદી બે કાંઠે વહેતા હરણના ટોળાની છલાંગ


હાલ ગુજરાતમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે, સૌરાષ્ટ્ર સહિત ઉત્તર, મધ્ય, દક્ષિણ ગુજરાતમાં તેની અસર જોવા મળી રહી છે, કેટલાક વિસ્તારોમાં ચોમાસા જેવા દ્રશ્યો જોવા મળ્યા છે, જેને લઇને નદીઓ બે કાંઠે વહેતી જોવા મળી છે. એટલુ જ નહીં જંગલોના પણ અદભૂત દ્રશ્યો સામે આવી રહ્યા છે. અમરેલી જિલ્લાના ધારી પંથકમાં હરણનું એક ઝુંડ નદી પસાર કરતા હોવાનો વીડિયો વાઈરલ થયો છે. આફ્રિકાના જંગલોમાં આવા દ્રશ્યો છાશવારે સોશિયલ મીડિયા પર જોવા મળી જાય છે, પણ આવા દ્રશ્યો ગુજરાતના જંગલોમાં જવલ્લે જ જોવા મળતાં હોય છે.

Advertisement

અમરેલી જિલ્લાના ધારીના ગોવિંદપુરની પીલુકીયા નદી હાલ બે કાંઠે વહેતી જોવા મળે છે, કારણ કે, હાલ કમોસી વરસાદ થયો છે, જેને લઇને નદીઓમાં નવા નીર આવ્યા છે. આ વચ્ચે વન્ય પ્રાણીઓના અલગ – અલગ વીડિયો સામે આવી રહ્યા છે. હાલ ધારી પંથકના ગોવિંદપુરામાંથી પસાર થતી પીલુકીયા નદી પસાર કરતા હરણના ઝુંડનો વીડિયો સામે આવ્યો છે, જ્યાં નદી પરથી છલાંગ લગાવી હરણનું ઝુંડ પસાર થતું નજરે પડી રહ્યું છે. પૂર જેવા ધસમસતા પાણીના પ્રવાહ વચ્ચે હરણનું ઝુંડ પીલુકીયા નદી પસાર કરી રહ્યું છે. એક કાંઠા થી બીજી કાંઠા પર હરણનું ઝુંડ પસાર થઈ રહ્યું છે, જેની સમગ્ર ઘટના મોબાઈલમાં કેદ થઈ છે, જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!