36 C
Ahmedabad
Thursday, April 18, 2024

ગુજરાત યુનિવર્સિટીમાં 20મી જૂનથી યુપીએસસીના તાલીમ વર્ગો શરૂ થશે, ઉમેદવારે કોઈપણ વિષયમાં 50% સાથે ગ્રેજ્યુએશન કર્યું હોવું જરૂરી


યુનિવર્સિટીસ્થિત પ્રજ્ઞા પીઠમ આઈએએસ ટ્રેનિંગ સેન્ટર દ્વારા (આઈએએસ, આઈપીએસ, આઈએફએસ) પ્રશિક્ષણ વર્ગ 2023-24માં પ્રવેશ માટેની પરીક્ષા 4 જૂને લેવામાં આવશે. જ્યારે આ પરીક્ષાનું પરિણ્ણામ 15 જૂને જાહેર કરાશે.

Advertisement

ગુજરાત યુનિવર્સિટીમાં યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (યુપીએસસી) સિવિલ સર્વિસિસની વિવિધ સેવાઓ માટે યોજાનારી પરીક્ષાના જૂન મહિનામાં યોજાનારા પ્રશિક્ષણ વર્ગોમાં સ્નાતક થયેલા યુવાનોને ભાગ લેવા માટે તક છે. કોઈ પણ વિદ્યાશાખામાં જનરલ કેટેગરીમાં 50 ટકા મેળવનાર જ્યારે રિઝર્વ કેટેગરીમાં 45 ટકા સાથે સ્નાતક થયેલા ઉમેદવાર આ વર્ગમાં પ્રવેશ માટે અરજી કરી શકશે. યુનિવર્સિટીસ્થિત પ્રજ્ઞા પીઠમ આઈએએસ ટ્રેનિંગ સેન્ટર દ્વારા (આઈએએસ, આઈપીએસ, આઈએફએસ) પ્રશિક્ષણ વર્ગ 2023-24માં પ્રવેશ માટેની પરીક્ષા 4 જૂને લેવામાં આવશે.

Advertisement

જ્યારે આ પરીક્ષાનું પરિણ્ણામ 15 જૂને જાહેર કરાશે. આ પ્રવેશ પરીક્ષા માટે ફોર્મ ભરવાની તારીખ 13 માર્ચથી 30 મે સુધી રાખવામાં આવી છે. જ્યારે આ પ્રવેશ પરીક્ષાના પરિણામ બાદ મેરિટના આધારે ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. તે પછીથી 20 જૂને યુપીએસસીના પ્રશિક્ષણ વર્ગ શરૂ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે એક વર્ષના કોર્સ માટે વાર્ષિક રૂ 15 હજાર ફી નક્કી કરવામાં આવી છે. જેનો લાભ કોઈ પણ શાખામાં ગ્રેજ્યુએશન પૂરું કરનાર ઉમેદવાર કે જેમાં તેને 50% માર્ક્સ મળ્યા હોવા જરૂરી છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!