32.2 C
Ahmedabad
Thursday, April 18, 2024

ખેડૂતો માટે અભિશાપ બની અરવલ્લી જિલ્લા ખેતીવાડી કચેરી, PM કિસાનના લાભાર્થીઓની ફાઈલ છેલ્લા 2 વર્ષથી ટલ્લે..!!! ખેડૂતોએ શું કરવું તે ખ્યાલ નહીં…


ખેડૂતો માટે અભિશાપ બની અરવલ્લી જિલ્લા ખેતીવાડી કચેરી, PM કિસાનના લાભાર્થીઓને ફાઈલ છેલ્લા 2 વર્ષથી ટલ્લે..!!! ખેડૂતોએ શું કરવું તે ખ્યાલ નહીં…
ત્રણ થી ચાર હજાર ખેડૂતોના નામની યાદી હજુ કેમ ઉપર સુધી નથી પહોંચી તેનો જવાબ ખેડૂતોને નથી મળ્યા…
ખેડૂતો પીએમ કિસાનના હપ્તા પડવાની રાહ જોતા રહ્યા… ખેતીવાડી વિભાગ શું કરે છે તે સવાલ
2021 ડિસેમ્બર મહિનાથી ખેડૂતના ધક્કા… XML જનરેટ નથી થતી… તેવા જવાબો પછી હવે કહે છે, ફોર્મ જાતે ભરો…
બે વર્ષથી ખેડૂતોએ ફોર્મ ભર્યા તેનું શું…? ખેડૂતોને હજુ સુધી યોગ્ય જવાબ નથી મળ્યો… ખેડૂત જાય તો ખ્યાલ આવે છે કે, હવે તેમને નવેસરથી ફોર્મ ભરવાનું….
છેલ્લા દોઢ વર્ષથી ખેતીવાડી વિભાગની કચેરીની કામગીરી ખેડૂતો માટે અભિશાપ બની…!!!
અધિકારી નવા આવે તો કામ સારૂ થવું જોઈએ પણ…..

 

Advertisement

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધી કેન્દ્ર સરકાર દ્વારા સારી યોજના ખેડૂતોના સન્માન માટે બનાવી છે, જોકે આ યોજનાના લાભ અપાવવામાં કેટલીક કચેરીઓને જાણે રસ જ ન હોય તેવું લાગી રહ્યું છે. આવી જ એક કચેરી છે અરવલ્લી જિલ્લા ખેતીવાડી વિભાગ. છેલ્લા દોઢ થી બે વર્ષ દરમિયાન કેટલાય ખેડૂતોના નામ હજુ સુધી ઉપર પહોંચ્યા જ નથી. એક વર્ષ તો ખેતીવાડી વિભાગે XML જનરેટ કરવામાં કાઢી નાખ્યો, ત્યારબાદ હવે કહેવામાં આવી રહ્યું છે કે, ફોર્મ જાતે જ ભરવાના છે. ત્યારે સવાલ એ થાય છે કે, દોઢ કે બે વર્ષ પહેલા જે ખેડૂતોએ ફોર્મ ભર્યા હોય તેમનું શું ? આ માટે જવાબદાર કોણ ? ખેતીવાડી વિભાગ અરવલ્લીએ આ બાબતે કેમ કોઈ ધ્યાન ન રાખ્યું..? આ બાબતે જાગૃત ખેડૂતે જિલ્લા કલેક્ટરને પણ ધ્યાન દોર્યું હતું, તેમ છતાં કોઈ જ નિરાકરણ આવ્યું નથી.

Advertisement

જિલ્લા વહીવટી તંત્ર આ બાબતે શું કરશે તે એક સવાલ

Advertisement

ખેડૂત પૂછવા જાય કે, મારા ખાતામાં સહાય કેમ નથી પડતી તો ખ્યાલ આવે છે કે, તેમની ફાઈલ ઉપર નથી પહોંચી,, હવે તેમને નવેસરથી ફોર્મ ભરવાનું છે, તે પણ એક દોઢ વર્ષ પછી 

Advertisement

હાલ પોર્ટલમાં કેટલાક બદલાવ આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે, ત્યારે હવે ખેડૂતોને ફોર્મ જાતે જ ભરવા માટે જણાવવામાં આવી રહ્યું છે, ત્યારે સાહેબને એ પૂછવાનું મન થાય કે, પહેલા પણ ખેડૂતોએ જાતે જ ફોર્મ ભરીને ધક્કા ખાધા હતા, તે ધક્કા શું વ્યર્થ જશે ? દોઢ- દોઢ વર્ષથી ત્રણ થી ચાર હજાર જેટલા ખેડૂતોના નામ પીએમ કિસાન લાભા માટે પહોંચ્યા જ નથી, આવું કેમ થયું… કોની બેદરકારી ગણી શકાય ?

Advertisement

એક કે દોઢ વર્ષ પહેલા ભરેલા ફોર્મ હવે વ્યર્થ જશે ?
જો વ્યર્થ જવાના હોય તો ખેડૂતોને જાણ તો કરો અને જો આમ થાય તો જવાબદારી કોની ?

Advertisement

જે અધિકારી કે કર્મચારીઓએ આવા ખેડૂતોનો સમય અને સરકારના લાભથી વંચિત રાખ્યા હોય તેમના સામે ખાતાકીય કાર્યવાહી થવી જોઈએ, કારણ કે, અધિકારીઓની બેદરકારીને કારણે ખેડૂતો આવા લાભથી વંચિત રહી જતાં હોય છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!