29 C
Ahmedabad
Thursday, March 28, 2024

Mera Gujarat IMPACT : નિવૃત્ત આર્મી મેન પાસેથી ભેંસના પૈસા પડાવી લેનાર મોડાસાના શખ્સ સામે આખરે ફરિયાદ નોંધાઈ


નિવૃત્ત સૈનિકે ચાર મહિનામાં ત્રણ ત્રણ અરજી આપી છતાં બીટ જમાદારે યોગ્ય કાર્યવાહી ન કરતા આખરે નિવૃત્ત સૈનિક ધરણા પર બેઠા

Advertisement

મોડાસા શહેરના શેઠાવાડામાં રહેતા અને આલમપુર ગામના નિવૃત્ત આર્મીમેન સાથે મોડાસાની અલફલાહ નગર સોસાયટીમાં રહેતા દુધાળા પશુઓનું વેચાણ કરતા વેપારીએ ભેંસ આપવાનું કહી 70 હજાર રૂપિયા પડાવી લઇ છેતરપિંડી કરતા નિવૃત્ત સૈનિકે મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં ત્રણ ત્રણ અરજી આપવા છતાં ફરિયાદ નહીં નોંધાતા આ અંગે નો અહેવાલ મેરા ગુજરાતમાં પ્રસિદ્ધ થતા ટાઉન પોલીસે નિવૃત્ત આર્મીમેન ની ફરિયાદ નોંધી છેતરપિંડી કરનાર શખ્સને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.

Advertisement

મોડાસાના શેઠાવાડામાં રહેતા નિવૃત્ત આર્મીમેન પ્રતાપજી લાલજી ખાંટે પશુપાલનના વ્યવસાય માટે મોડાસા શહેરના લીમડા તળાવ નજીક અલફલાહ નગરમાં રહેતા રહીમ ગફુર સિંધી પાસેથી 1.40 લાખમાં બે ભેંસ ખરીદી હતી જેમાં ભેંસ ચાર લીટર દૂધ અપાશે કહ્યું હતું એક ભેંસ 2 કે ત્રણ લીટર દૂધ આપતા નિવૃત્ત સૈનીકે રહીમ સિંધીને વાત કરતા 70 હજાર રૂપિયા પાછા આપવાનું કહી એક ભેંસ પરત લઇ ગયો હતો અને રૂપિયા પરત આપવા ગલ્લાંતલ્લાં કરતા પ્રતાપજી ખાંટ છેતરપિંડીનો ભોગ બન્યાનો અહેસાસ થતા ન્યાય માટે મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં ત્રણ ત્રણ અરજી આપી હતી અને ત્રીજી અરજી પર ધરણા પર બેસવાની ચીમકી આપ્યા છતાં બીટ જમાદારનું પેટનું પાણી નહીં હલતા આખરે નિવૃત્ત આર્મીમેને મેરા ગુજરાતના પ્રતિનિધિનો સંપર્ક કરતા આ અંગેનો અહેવાલ પ્રસિદ્ધ કરતા ટાઉન પોલીસ સ્ટેશન હરકતમાં આવ્યું હતું અને નિવૃત્ત આર્મીમેનની રજુઆત ટાઉન પીઆઈ વાઘેલાએ સાંભળી ફરિયાદ નોંધવા આદેશ કરતા આખરે નિવૃત્ત સૈનિકની ફરિયાદ નોંધી છેતરપિંડી કરનાર આરોપી રહીમ ગફુર સિંધીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!