37.3 C
Gujarat
Sunday, July 12, 2026
Home કરંટ ઇશ્યુ માવઠાનો માર ખેડૂતોની તંત્રમાં ગુહાર : અરવલ્લી જીલ્લા વહીવટી તંત્ર અને જીલ્લા...

માવઠાનો માર ખેડૂતોની તંત્રમાં ગુહાર : અરવલ્લી જીલ્લા વહીવટી તંત્ર અને જીલ્લા પંચાયત પ્રમુખને ખેડૂતોએ રજુઆત કરી વળતરની માંગ

0
173

મોડાસા તાલુકા સહીત અરવલ્લી જીલ્લામાં બે દિવસ સુધી કમોસમી વરસાદ ખાબકતા ખેતરમાં ઉભો પાક નષ્ટ થતા ખેડૂતોની આર્થિક કમર તૂટી ગઈ છે મોડાસા તાલુકાના વણીયાદ-કોકાપુર સહીત આજુબાજુ પંથકના ખેડૂતો ખેતીમાં થયેલ નુકશાન અંગે સરકાર સર્વે કરાવી યોગ્ય વળતર આપવામાં આવેની માંગ સાથે જીલ્લા સેવાસદનમાં ઉમટી પડ્યા હતા જીલ્લા કલેકટર,જીલ્લા વિકાસ અધિકારી, જીલ્લા ખેતીવાડી અધિકારી અને મામલતદાર તેમજ અરવલ્લી જીલ્લા પંચાયત પ્રમુખને રજુઆત કરી ન્યાયની માંગ કરી હતી.

મોડાસા તાલુકાના વણીયાદ-કોકાપુર સહીત આજુબાજુના ગામમાં સાંબેલાધાર કરા સાથે વરસાદ ખાબકતા ઘઉં,મકાઈ, ચણા, અન્ય બગયાતી ખેતીમાં તૈયાર ઉભા પાકનો સોથ વળી જતા ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકશાન થતા દેવાના ડુંગર નીચે દટાઈ જવા જેવી સ્થિતિનું નિર્માણ થતા ખેડૂતો અને તેમના પરિવારો આઘાતમાં સરી પડ્યા છે સોમવારે મોટી સંખ્યામાં ખેડૂતો જીલ્લા સેવાસદન કચેરી ખાતે ઉમટી પડી વહીવટી તંત્ર અને જીલ્લા પંચાયત પ્રમુખને મળી રજુઆત કરી હતી કમોસમી વરસાદે ખેડુતોની કમરતોડી નાખતા સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે સર્વ કરાવી ખેડૂતોને નુકશાની સહાય કરવામાં આવે તેમજ કેસીસી લોનમાં રાહત આપવામાં આવેની માંગ કરી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!