27 C
Ahmedabad
Friday, March 29, 2024

વર્લ્ડ કપની ફાઈનલ મેચનું અમદાવાદ બનશે સાક્ષી, નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં જામશે ખરાખરીનો જંગ


દર ચાર વર્ષે યોજાનારી આ મેગા ટુર્નામેન્ટની ફાઈનલ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે યોજાશે.

Advertisement

ક્રિકેટ વર્લ્ડ કપની તારીખો જાહેર થી છે ત્યારે વર્લ્ડ કપની ફાઈનલ મેચ નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં યોજવામાં આવશે.  દર ચાર વર્ષે યોજાનારી આ મેગા ટુર્નામેન્ટની ફાઈનલ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે યોજાશે. જેથી અમદાવાદ શહેરે આ વર્લ્ડ કપની ફાઈનલ મેચનું સાક્ષી બનશે. 5 ઓક્ટોબરથી આ મેચો શરૂ થશે જ્યારે 19 નવેમ્બરે અમદાવાદમાં ફાઈનલ મેચ રમાશે

Advertisement

12 શહેરોમાંથી અમદાવાદમાં પણ આયોજન 
ભારત પ્રથમ વખત સમગ્ર વિશ્વ કપની યજમાની કરી રહ્યું છે. અગાઉ, ભારત તેના પડોશી દેશો સાથે આ મેગા ટૂર્નામેન્ટનું આયોજન કરી ચૂક્યું છે. આ ટુર્નામેન્ટ 46 દિવસ ચાલશે અને ત્રણ નોકઆઉટ સહિત 48 મેચો રમાશે. આ વખતે વર્લ્ડ કપમાં 10 ટીમો ભાગ લેશે. 12 શહેરોમાં મેચો થઈ રહી છે જેમાં અમદાવાદનું વિશ્વનું સૌથી મોટું સ્ટેડીયમ કે જ્યાં ઘણી મેચોના આયોજનો કરવામાં આવ્યા છે.

Advertisement

હવે ભારતીય ટીમ મિશન વર્લ્ડ કપ પર ફોકસ કરી રહી છે. જે ભારતની ધરતી પર ઓક્ટોબર-નવેમ્બરમાં જ રમવાની છે. ટીમ ઈન્ડિયાએ મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટન્સીમાં શ્રીલંકાને 6 વિકેટે હરાવી વર્લ્ડ કપ જીત્યો હતો. આવી સ્થિતિમાં રોહિત શર્માની કપ્તાની હેઠળની ભારતીય ટીમે પોતાની તૈયારીઓ મજબૂત રાખવી પડશે, કારણ કે ભારતીય ચાહકોની આશા તે ઇતિહાસનું પુનરાવર્તન જોવાની રહેશે.

Advertisement

1.10 લાખ કેપેસિટીના સ્ટેડીયમની આ છે વિશેષતાઓ 
નરેન્દ્ર મોદી સ્ટેડિયમની અંદર દરેક સુવિધા ઉપલબ્ધ છે. અહીં ખેલાડીઓ માટે જિમની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. સ્ટેડિયમની અંદર એક થિયેટર પણ છે, જ્યાં ખેલાડીઓ તેમના ફ્રી સમયમાં મૂવી જોઈ શકે છે. ખેલાડીઓ માટે ટેબલ ટેનિસ કોર્ટ પણ બનાવવામાં આવી છે. સ્ટેડિયમનું ઈન્ટિરિયર પણ શાનદાર લાગે છે. સ્ટેડિયમ 63 એકરમાં ફેલાયેલું છે અને તેમાં ચાર પ્રવેશદ્વાર છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 04 ટીમો માટે ડ્રેસિંગ રૂમ છે. 2015 અને 2020 વચ્ચે સ્ટેડિયમનું વિસ્તરણ કરવામાં આવ્યું હતું. આ પછી સ્ટેડિયમની ક્ષમતા વધારીને 110,000 કરવામાં આવી. જ્યાં હવે ફાઈનલ મેચ યોજાશે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!