37.3 C
Gujarat
Sunday, July 12, 2026
Home ક્રાઇમ બીમાર હોય તો દવા લેવા જવા પણ વિચારવું પડે તેવી સ્થિતિ..!! મોડાસામાં...

બીમાર હોય તો દવા લેવા જવા પણ વિચારવું પડે તેવી સ્થિતિ..!! મોડાસામાં બીમાર વૃધ્ધા દવાખાને ગયા ને તસ્કરો ત્રાટકી લાખ્ખોની ચોરી

0
144

મોડાસા શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થીતી કથળી રહી હોય તેમ રાત્રીએ ચોરી કરતા તસ્કરોની હિંમત ખુલતા દિવસે પણ બંધ મકાનમાં ત્રાટકી ચોરીની ઘટનાને અંજામ આપતા શહેરીજનોમાં ફફડાટ ફેલાયો છે મોડાસા શહેરના ડીપ વિસ્તારમાં ફ્લેટમાં રહેતા વૃદ્ધ મહિલા બીમાર થતા ખાનગી હોસ્પિટલમાં દવા લેવા ગયા હતા ગણતરીના કલાકોમાં તસ્કરો ત્રાટકી ઘરમાં રહેલા સોના-ચાંદીના દાગીના રોકડ રકમ ચોરી કરી ફરાર થઇ જતા બીમાર વૃદ્ધા અને તેમના પરિવારજનો પર આભ તૂટી પડ્યું હતું મોડાસા ટાઉન પોલીસ ઘટનાસ્થળે પહોંચી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો

પ્રાપ્ત માહિતી અનુસાર, મોડાસાના ડીપ વિસ્તારમાં આવેલ મંગલમૂર્તિ એપાર્ટમેન્ટના ફ્લેટમાં રહેતા ઉમાબેન રમણલાલ ભાટીયા ડાયાબિટીસ અને બ્લડ પ્રેસરની બીમારીથી પીડાય છે મંગળવારે તબિયત લથડતા દિવસે મોડાસા ખાનગી હોસ્પિટલમાં ગયા હતા બીમારીની સારવાર કરાવી પરત ફરેલ વૃદ્ધા ફ્લેટના દરવાજાનું તાળું તૂટેલું જોતા મનમાં ફાળ પડી હતી ઘરમાં પ્રવેશતા તિજોરી સહીત રાચ રચીલું તોડફોડ હોવાની સાથે તિજોરીમાં રહેલા સોના-ચાંદીના દાગીના અને 5 હજાર રૂપિયા રોકડની ચોરી થઇ હોવાનું જણાતા મહિલા અને તેના પરિવારજનો ચોંકી ઉઠ્યા હતા મોડાસા ટાઉન પોલીસને જાણ કરતા તાબડતોડ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી પ્રાથમીક તપાસ હાથધરી હતી

મોડાસા શહેરમાં ધોળા દાહડે સતત વાહનો અને લોકોની અવર-જ્વર થી ધમધમતા ડીપ વિસ્તારમાં રહેણાંક વિસ્તારમાં ચોરી થતા લોકોમાં ફફડાટ ફેલાયો છે ચોર-લૂંટારુ ગેંગને ઝડપી પાડી દિવસે પોલીસ પેટ્રોલીંગ કરવામાં આવેની માંગ પ્રબળ બની છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!