39 C
Ahmedabad
Wednesday, April 24, 2024

સુરત: રાહુલ ગાંધીને 2 વર્ષની સજા સંભળાવ્યા બાદ માનહાની કેસમાં મળ્યા જામીન, કોર્ટમાં રાહુલ ગાંધીએ કહી આ વાત


સુરતમાં રાહુલ ગાંધીને માનહાનીના કેસમાં 2 વર્ષની સજા કોર્ટ તરફથી સંભળાવ્યા બાદ માનહાની કેસમાં જામીન પણ આપવામાં આવ્યા છે. રાહુલ ગાંધીને આઈપીસી કલમ હેઠળ દોષિત ઠેરવવામાં આવ્યા હતા. ત્યાર બાદ  10 હજારના બોન્ડ પર રાહુલ ગાંધીને જામીન મળયા હતા. પૂર્ણેશ મોદીએ કહ્યું કે,  નામદાર કોર્ટના કોર્ટના ચૂકાદાને આવકારું છું.

Advertisement

પૂર્ણેશ મોદીએ માનહાનીના કેસ બાદ કોર્ટના હુકમ પછી આપ્યું આ નિવેદન 
ચુકાદ વિરુદ્ધ અપીલ માટે 30 દિવસનો સમય અપાયો છે. પૂર્ણેશ મોદીએ કહ્યું કે, રાહુલ ગાંધીએ ટીપ્પણી કરીને મોદી સમાજનું અપમાન કર્યું છે. જો કે, આ સાથે સુરત સેશન્સ કોર્ટના ચૂકાદાને લઈને કહ્યું હતું કે, નામદાર કોર્ટના કોર્ટના ચૂકાદાને આવકારું છું.

Advertisement

કોર્ટમાં આપ્યું આ નિવેદન 
સુરત કોર્ટે રાહુલ ગાંધીને 2 વર્ષની સજા સંભળાવી છે ત્યારે સજા બાદ કોર્ટ તરફથી જામીન આપવામાં આવ્યા હતા. કોર્ટમાં નિવેદન આપતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, હું ભ્રષ્ટાચાર સામે સતત અવાજ ઉઠાવતો રહું છું. કોઈને પણ અપમાનિ કરવાનો મારો ઈરાદો નહોતો. મારો ઈરાદો ખોટો નહોતો તેમ રાહુલ ગાંધી તરફથી જવાબ રજૂ કરાયો હતો. આ સાથે તેમણે કહ્યું કે, મારા નિવેદનથી કોઈને નુકશાન નહીં.

Advertisement

કલમ 500 હેઠળ માનહાની કેસમાં દોષિત 
કોંગ્રેસ દિગ્ગજ નેતા રાહુલ ગાંધી કાયદાની કલમ 500 હેઠળ માનહાની કેસમાં દોષિત જાહેર કરાયા છે. સુરતની સેશન્સ કોર્ટે ચુકાદો સંભળાવ્યો હતો. જેમાં દોષિત જાહેર થયા બાદ સજાની સુનાવણી કોર્ટ દ્વારા કરાતા તેમને જામીન આપવામાં આવ્યા છે. 13 એપ્રિલ 2019માં કર્ણાટકના કોલારમાં લોકસભાની ચૂંટણી પ્રચાર સભામાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ મોદી સમાજ વિરુદ્ધ ટીપ્પણી કરી હતી.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!