29 C
Ahmedabad
Thursday, April 25, 2024

માવઠાને લઈને રાજ્ય સરકાર ગંભીર, અસરગ્રસ્ત વિસ્તારોમાં કૃષિ મંત્રીનો અહેવાલ રજૂ કરવા આદેશ


માવઠાના મામલે રાજ્ય સરકાર ગંભીર છે. છેલ્લા 10 દિવસથી માવઠાનો માહોલ વિવિધ જિલ્લાઓમાં જોવા મળી રહ્યો છે. ત્યારે અસરગ્રસ્ત જિલ્લાઓનો એહેવાલ સબમિટ કરવા માટે અઘિકારીઓને તાકીદ કરાઈ છે.

Advertisement

અસરગ્રસ્ત વિસ્તારોમાં કૃષિ મંત્રીએ સર્વેનો રીપોર્ટ રજૂ કરવા માટે આદેશ આપ્યો છે. આ સાથે તેમને પ્રતિક્રીયા આપતા કહ્યું હતું કે, માવઠાના મામલે રાજ્ય સરકાર ગંભીર છે. છેલ્લા 10 દિવસથી માવઠાનો માહોલ વિવિધ જિલ્લાઓમાં જોવા મળી રહ્યો છે. ત્યારે અસરગ્રસ્ત જિલ્લાઓનો એહેવાલ સબમિટ કરવા માટે અઘિકારીઓને તાકીદ કરાઈ છે.

Advertisement

માવઠાને પગલે રાજ્ય સરકાર દ્વારા સર્વેના આદેશ આપવામાં આવ્યા છે પરંતુ વિવિધ જિલ્લાઓમાં કમોસમી વરસાદ સતત જોવા મળી રહ્યો છે. જેના કારણે મોટું નુકશાન ખેતીના પાકને થતા આ મામલે કૃષિ મંત્રી રાઘવજી પટેલનું નિવેદન સામે આવ્યું હતું.

Advertisement

બોટાદમાં કૃષિ મંત્રીની પ્રતિક્રીયા આવી હતી સામે
બોટાદામાં આવેલા કૃષિ મંત્રીએ આ વાત કહી હતી. માવઠાગ્રસ્ત વિસ્તારોમાં આ સર્વે કરવામાં આવશે. અગાઉ પણ માવઠું થતા સર્વે મામલે ખેડૂતોને કોઈ વળતર મળ્યું નહોતું ત્યારે ફરી એકવાર સર્વેની કામગિરી શરુ કરવામાં આવી છે. જો કે, સરકાર દ્વારા 33 ટકાથી વધુ નુકશાન કે એસડીઆરએફના નિયમોને આધારે વળતર ચૂકવવામાં આવે છે.

Advertisement

જામનગરમાં 25 તાલુકાઓમાં થશે સર્વે
જામનગરમાં કાલાવાડ લાલપુર તાલુકમાં સર્વેની કામગિરી કરવામાં આવશે. 3 તાલુકાના 25 ગામોમાં સર્વે કરવામાં આવશે. કમોસમી વરસાદથી ઘઉં સહીતના પાકને ભારે નુકશાન થયું છે. જેથી આ સર્વેની કામગિરી કરવામાં આવશે. માવઠાને લઈને રાજ્ય સરકાર ગંભીર છે ત્યારે ફરી એકવાર આગામી 2થી 3 દિવસ બાદ વરસાદની આગાહી કરવામાં આવી છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!