26.8 C
Gujarat
Saturday, August 1, 2026
Home ક્રાઇમ અરવલ્લી : મોડાસા રૂરલ પોલીસે ફિલ્મીઢબે XUV 500નો પીછો કરી કારમાંથી 2.32...

અરવલ્લી : મોડાસા રૂરલ પોલીસે ફિલ્મીઢબે XUV 500નો પીછો કરી કારમાંથી 2.32 લાખના દારૂ સાથે એકને દબોચ્યો,એક બુટલેગર ફરાર

0
166

અરવલ્લી જીલ્લા પોલીસવડા સંજય ખરાતે જીલ્લાના માર્ગો પરથી વિદેશી દારૂની હેરાફેરી અટકાવવા શખ્ત કાર્યવાહીના આદેશ કરતા 48 કલાકમાં ત્રણ વાહનોમાંથી મોટી માત્રામાં પોલીસે દારૂ જપ્ત કર્યો હતો મોડાસા રૂરલ પોલીસે મરડીયા નજીક XUV 500 કારનો ફિલ્મીઢબે પીછો કરી કારમાંથી 2.32 લાખથી વધુનો શરાબ જપ્ત કરી રાજસ્થાની ખેપીયા ને દબોચી લીધો હતો એક ખેપીયો અંધારામાં ફરાર થઇ ગયો હતો કારમાં વિદેશી દારૂ લુણાવાડા પંથકમાં ઠાલવવાનો હોવાની માહિતી પ્રાપ્ત થઇ હતી

મોડાસા રૂરલ પોલીસે શામળાજી-મોડાસા રોડ પર મરડીયા પાટીયા નજીક નાકાબંધી કરી ચેકીંગ હાથધરતા રાજસ્થાન તરફથી XUV 500 કારમાં વિદેશી દારૂ ભરી શામળાજી-મોડાસા થી લુણાવાડા તરફ જનાર હોવાની બાતમી મળતા પોલીસે આડાશ કરી બાતમી આધારિત કારને અટકાવવાનો પ્રયાસ કરતા કાર ચાલકે કાર હંકારી મુકતા પોલીસે જીપમાં પીછો કરી દારૂ ભરેલી કાર સાથે એક બુટલેગરને ઝડપી લીધો હતો અન્ય બુટલેગર ફરાર થઇ જતા પોલીસે કારમાંથી વિદેશી દારૂની બોટલ નંગ-1560/- રૂ.232320 નો જથ્થો જપ્ત કરી રાજસ્થાનના જશનાથ નગરના પ્રકાશ તીલારામ જાટને દબોચી લઈ 7.73 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કારમાં સવાર જોરારામ જાટ (રહે,કોઆરના-રાજ) અને કારમાં વિદેશી દારૂ ભરી આપનાર સુનિલ (ઉદેપુર-રાજસ્થાન)ના બુટલેગર સામે પ્રોહી એક્ટ હેઠળ ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!