39 C
Ahmedabad
Thursday, April 25, 2024

માવઠામાં નુકસાન થયેલ ખેડૂતોને હેક્ટર દીઠ 50 હજાર ની સહાય આપવા ગુજરાત કિસાન સભાનું અરવલ્લી કલેક્ટરને આવેદન પત્ર


અરવલ્લી જીલ્લા સહીત ગુજરાતમાં કમોસમી વરસાદે ખેડુતોના મોંમા આવેલ કોળીયો છીનવી લિધો છે અરવલ્લી જિલ્લાના અનેક વિસ્તારોમાં કરા સાથે ધોધમાર વરસાદ ખાબકતા તૈયાર પાકનો સોથ વળી જતા ખેડૂતોની સ્થિતિ દયનિય બની છે જીલ્લામાં તંત્રએ સર્વેની કામગીરી હાથધરી છે ગુજરાત કિસાનસાંભ અરવલ્લી જીલ્લા દ્વારા કલેકટરને આવેદનપત્ર આપી ખેડૂતોને હેકટર દીઠ 50 હજાર રૂપિયા ચુકવવામાં આવેની માંગ કરી હતી

Advertisement

અરવલ્લી જીલ્લા કિસનસભાએ જીલ્લા કલેક્ટરને આવેદન આપી જણાવ્યું હતું કે તાજેતરમાં કમોસમી વરસાદ તેમજ કરા અને વાવાઝોડા ના કારણે રવિ પાકને ખૂબ જ નુકસાન થયું છે અને તેના કારણે ઘઉં ચણા ધાણાજીરૂ વરિયાળી રાયડા સુકા મરચા દિવેલા વગેરે પાકોનો નાશ થયો છે ખેડૂતોને કુદરતી આપત્તિ બચાવવા ગુજરાત સરકારે રાહત સહાય પેકેજ આપવા યુદ્ધના ધોરણે જાહેરાત કરવી જોઈએ અને તેનો સર્વે કરાવી હેક્ટર દીઠ 50 હજાર રૂપિયા અને વધુમાં વધુ ચાર હેક્ટર સુધીની સહાય આપવી જોઈએ અને ખેત મજૂર ખેડૂત આ વાવાઝોડા અને વરસાદને કારણે અવસાન પામ્યા હોય તો તેમને દસ લાખ રૂપિયા ની સહાય આપવી આપવામાં આવેની રજુઆત કરી હતી આ કાર્યક્રમમાં કિસાન સભાના અરવલ્લી જિલ્લા પ્રમુખ ભલાભાઇ ખાંટ અને મહામંત્રી મહેન્દ્રસિંહ પગીની આગેવાનીમાં તેમજ સીટુ ના પ્રદેશ મંત્રી ડી.આર જાદવની આગેવાનીમાં આ કાર્યક્રમ યોજાયો હતો જેમાં અરવલ્લી જિલ્લાના ખેડૂતો જોડાયા હતા

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!