આંખોના આરોગ્ય અંગે લોકોને જાગૃત કરવા અને તેના કામ કરનારા માટે દુનિયાભરમાં 19 માર્ચથી 25 માર્ચ સુધી વર્લ્ડ ઓપ્ટોમેટ્રી સપ્તાહ અને 23 માર્ચના રોજ વર્લ્ડ ઓપ્ટોમેટ્રી ડે મનાવાય છે.
સામાન્ય રીતે આખોનું તેજ ગુમાવાનો ડર સૌથી વધુ હોય છે. આ ડરને કારણે આંખોને તંદુરસ્ત રાખવા તેને નુકસાનથી બચાવવા લોકો અનેક પ્રકારના ભયનો ભોગ બને છી, માતા- પિતા પણ અજાણતા જ બાળકોને ખોટી માહિતી આપે છે. આંખોની તંદુરસ્તીનું ધ્યાન ત્યારે જ રાખી શકાય જ્યારે તેના અંગે સાચી માહિતી હોય. ઉદાહરણ તરીકે, અનેક લોકોનું માનવું છે કે, ચશ્મા ન પહેરવા જોઈએ, આંખોને તેનાથી બ્રેક જરૂરી છે, હકીકતમાં આવું નથી. આ જ રીતે આખો માટે આજે પણ ગાજરને બેસ્ટ ફૂડ કહેવાય છે. આંખોના આરોગ્ય અંગે લોકોને જાગૃત કરવા અને તેના કામ કરનારા માટે દુનિયાભરમાં 19 માર્ચથી 25 માર્ચ સુધી વર્લ્ડ ઓપ્ટોમેટ્રી સપ્તાહ અને 23 માર્ચના રોજ વર્લ્ડ ઓપ્ટોમેટ્રી ડે મનાવાય છે.
આંખોની કસરતથી દૃષ્ટિ સુધરતી નથી કે આંખની તંદુરસ્તી. ચશ્મા આવવાની સંભાવના પણ તેનાથી ઘટાડી શકાતી નથી. હકીકતમાં આંખોના તેજનો અનેક બાબતો પર આધાર હોય છે, જેમાં આઈબોલનો આકાર અને આંખોના ટિશ્યુનું તંદુરસ્ત હોવું જરૂરી છે. આંખોની કસરત કરવાથી તેમાં એક પણ મહત્ત્વનું પરિવર્તન લાવી શકાતું નથી.