35 C
Ahmedabad
Thursday, April 25, 2024

9 વર્ષ 7 મહિના અને 9 માં દિવસે અરવલ્લી જિલ્લાના મોડાસાને સરકારી પુસ્તકાલ મળ્યું, નવીન ગ્રંથાલય ભવન માટે 4 કરોડ મંજૂર


અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે હવે વાંચન માટે સરકારી જિલ્લા પુસ્તકાલયનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. મોડાસાના શામળાજી રોડ વિસ્તારમાં નવીન પુસ્તાકાલયને જિલ્લા શિક્ષણાધિકારી અર્ચનાબેન તેમજ રાજ્ય ગ્રંથાલય નિયમક ડોક્ટર પંકજ ગોસ્વામીના હસ્તે ખુલ્લુ મુક્યું હતું. મોડાસા ખાતે જિલ્લા કક્ષાના નવીન સરકારી પુસ્તકાલય માં ત્રણ હજારથી વધારે પુસ્તકો છે. ખાસ કરીને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા યુવક-યુવતીઓ માટે આ પુસ્તકાલય એ ખૂબ જ ઉપયગોગી નિવળશે. સરકારી પુસ્તકાલયનો ઉપયોગ કરવા જિલ્લાની જનતાને ગ્રંથાલય વિભાગે અપીલ કરી છે.

Advertisement

મોડાસામાં બનશે જિલ્લા કક્ષાનું અત્યાધુનિક ગ્રંથાલય ભવન
રાજ્યના 33 જિલ્લાઓમાં 33 જિલ્લા કક્ષાના પુસ્તકાલય ભવન છે, આ સાથે જ 85 તાલુકા મથકે 85 પુસ્તકાલય કાર્યરત છે તો 3 હજારથી વધારે ગ્રાન્ટ ઈન એઈડ પુસ્તકાલયનો વાંચકો ઉપયોગ કરી રહ્યા છે. ગાંધીનગર રાજ્ય ગ્રંથાલય નિયામકે જણાવ્યું કે, સરકાર દ્વારા ચાલુ વર્ષે 4 કરોડ રૂપિયાની ગ્રાન્ટ અત્યાધુનિક ગ્રંથાલયના નિર્માણ માટે ફાળવાયા છે, જેના માટે જમીનની ફાળવણીની કામગીરી હાલ ચાલુ છે અને એકાદવર્ષમાં પૂર્ણ થઈ જશે.

Advertisement

Advertisement

હાલ ખાનગી હંગામી પુસ્તકલય કાર્યરત
જિલ્લાની રચના થયાના 9 વર્ષ જેટલો સમય વિતી ગયો હતો, ત્યારે મંજરી મળતા જ તાબડતોબ પુસ્તકાલયને શરૂ કરી દેવાયું છે, હાલ નાના મકાનમાં પુસ્તકાલય શરૂ કરાયું છે, નવીન મકાન માટે ગ્રંથાલય વિભાગ દ્વારા શોધખોળ ચાલી રહી છે. જુની મોડાસા નગર પાલિકા અને જુની પ્રાંત કચેરી હંગામી પુસ્તકાલય માટે યોગ્ય હોવાનું નિયામકે જણાવ્યું હતું, અને આ માટે જે-તે વિભાગ સાથે વાતચીત કરીને તેમાં લઈ જવાની કામગીરી પણ હાથ ધરાશે, જેથી મોટી સંખ્યામાં વાંચકો સરકારી પુસ્તકાલયનો લાભ લઈ શકે.

Advertisement

Advertisement

મોડાસાના શામળાજી રોડ વિસ્તારમાં અરૂણોદય સોસાયટી વિસ્તારમાં નવીન પુસ્તકાલયના ઉદ્ધાટન પ્રસંગે અરવલ્લી જિલ્લા શિક્ષણ વિભાગ, જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગ, ગ્રંથાલયના અધિકારીઓ, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!