33 C
Ahmedabad
Thursday, April 25, 2024

કર્ણાટકના દાવણગેરેમાં ગર્જ્યા પીએમ મોદી, કહ્યું- ‘રાજ્યમાં ફરી બનશે ભાજપની સરકાર’


કર્ણાટકના દાવણગેરેમાં વિજય સંકલ્પ યાત્રાને સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે રાજ્યમાં ફરી એકવાર ભાજપની સરકાર બનવા જઈ રહી છે. પીએમ મોદીએ કહ્યું કે આજે ભાજપની આ વિશાળ રેલી કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના રાજ્યમાં યોજાઈ રહી છે

Advertisement

કર્ણાટકના દાવણગેરેમાં વિજય સંકલ્પ યાત્રાને સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે રાજ્યમાં ફરી એકવાર ભાજપની સરકાર બનવા જઈ રહી છે. પીએમ મોદીએ કહ્યું કે આજે ભાજપની આ વિશાળ રેલી કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના રાજ્યમાં યોજાઈ રહી છે. આ એ વાતનો પુરાવો છે કે રાજ્ય સરકારે લોકહિતના કામો કર્યા છે અને જનતા ફરી એકવાર અમને આશીર્વાદ આપશે અને ફરી સેવા કરવાનો મોકો આપવા જઈ રહી છે. PMએ કહ્યું કે રાજ્યમાં ફરી એકવાર ડબલ એન્જિનની સરકાર બનવા જઈ રહી છે.

Advertisement

કોંગ્રેસની બેઠકો જીતી રહ્યું છે ભાજપ – પીએમ મોદી
પીએમ મોદીએ કહ્યું કે આજે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો કોંગ્રેસ પાર્ટીની બેઠકો પર જીતી રહ્યા છે. તેમના રાષ્ટ્રીય અધ્યક્ષના ઘરમાં ભાજપની જીત થઈ રહી છે, તેથી આ રેલી વિજયની ઉજવણી કરવા માટેની રેલી છે. ભાજપને જનસમર્થન મળી રહ્યું છે. કોંગ્રેસ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષના ઘરમાં ભાજપની જીતનો ડંકો વાગી ગયો. વિજય સંકલ્પ રેલીનો આ એક પ્રકારનો શુભ સંકેત છે કે વિજય યાત્રા શરૂ થઈ ચુકી છે.

Advertisement

ડબલ એન્જિન સરકારથી ગરીબોને ફાયદો – પીએમ મોદી
પીએમ મોદીએ કહ્યું કે કેન્દ્ર અને રાજ્યની ડબલ એન્જિન સરકારે ગરીબોનું ભલું કર્યું છે. સરકારે ગરીબોને મફત સારવાર અને મફત રાશન આપ્યું છે. PM કિસાન સન્માન નિધિ હેઠળ 60 લાખ ખેડૂતોને લાભ મળી રહ્યો છે. તેમણે કહ્યું કે આજે ડબલ એન્જિનની સરકાર દેશના દરેક ગરીબનું ધ્યાન રાખી રહી છે. ગરીબ અને દલિત લોકોનો વિકાસ એ ડબલ એન્જિન સરકારની પ્રાથમિકતા છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!