34 C
Ahmedabad
Thursday, March 28, 2024

અરવલ્લી: માલપુરના યુવાનોની તિલકવાડા થી રામપુરા સુધી 22 કિ.મી. ની નર્મદા પરિક્રમા પૂર્ણ


તિલકવાડા થી રામપુરા સુધી આશરે 22 કિલોમીટરની પરિક્રમા
માલપુર- સનાતન પરિવાર ના યુવાનોની નર્મદા પરિક્રમા પૂર્ણ
ઉતરવાહીની પરિક્રમા કરવાથી મળે છે નર્મદા પરિક્રમા નું ફળ

ચાણોદ – સિદ્ધેશ્વર મહાદેવ મંદિર પીઠાધીશ્વર, વેદાશ્રમ પરિવાર ના પૂજ્ય સ્વામી શેંલેષાનંદજી ના માર્ગદર્શન હેઠળ સનાતન વર્લ્ડ પરિવારના યુવાનોએ ચૈત્ર નવરાત્રીના પ્રારંભ સાથે ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા કરી હતી. હિન્દુ ધર્મના શાસ્ત્રો પ્રમાણે જ્યારે પણ નદીનો પ્રવાહ ઉત્તર દિશા તરફ વહે છે ત્યારે એ પ્રવાહ ઉત્તરવાહીની તરીકે ઓળખાય છે તથા એ વિસ્તારમાંથી વહેતી નદીનું ધાર્મિક મહત્વ વધી જાય છે..

Advertisement

નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના રામપુરા ગામ થી તિલકવાડા ગામ સુધી નર્મદા નદીનો પ્રવાહ ઉત્તર દિશામાં વહે છે. આથી અહીં નર્મદા નદીને ઉતરવાહીની કહેવામાં આવે છે. આદ્ય શંકરાચાર્યજી રચિત નર્મદાષ્ટકમમાં નર્મદા નદી માટે કહ્યું છે કે પવિત્ર નર્મદા નદીના દર્શન માત્રથી ભક્તોના પાપનો નાશ થાય છે.આવું ધાર્મિક મહત્વ ધરાવતી પુણ્ય સલીલા નર્મદા નદીની સંપૂર્ણ પરિક્રમા પૂર્ણ કરવા આશરે ત્રણથી સાડા ત્રણ હજાર કિલોમીટર જેટલું અંતર કાપવું પડે છે. જે દરેક ભક્તો માટે શક્ય ન હોવાને કારણે શ્રદ્ધાળુ ઉતરવાહીની નર્મદા પરિક્રમા કરતા હોય છે પશ્ચિમ તરફથી રામપુર ગામથી તિલકવાડા સુધી તેમજ પૂર્વી તટે તિલકવાડા થી રામપુરા ગામ સુધી જતી નર્મદા પરિક્રમા આશરે ૨૨ કિલોમીટર જેટલા અંતરની થાય છે.. જેમાં બે વખત હોળીમાં બેસી નર્મદા નદીને પસાર કરવી પડે છે આ ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા કરવાથી સંપૂર્ણ નર્મદા પરિક્રમાનો પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે એવી શ્રદ્ધાળુઓની માન્યતા છે..આ પરિક્રમા ના કન્વીનર, સનાતન ધર્મ પ્રચારક હર્ષુ પંડયા દ્વારા વિવિધ જિલ્લા ના યુવાનો સાથે ઉતરવાહીની પરિક્રમા નું આયોજન કરવા માં આવે છે. સમગ્ર પરિક્રમા આયોજન વ્યવસ્થા યુવા જ્યોતિષાચાર્ય અજિત જોશીજી, કન્વીનર મહાવીરસિંહ રાજ, દિનેશ કહાર નસવાડી ના માર્ગદર્શન હેઠળ યોજાય છે..જે પ્રસંગે રમેશ કુશવાળા, મહેન્દ્રસિંહ ચૌહાણ તેમજ અન્ય કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!