34.4 C
Gujarat
Friday, September 11, 2026
Home HeadLines અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં ફરીથી પલટો, વાદળો ઘેરાતા ખેડૂતોની ચિંતા વધી

અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં ફરીથી પલટો, વાદળો ઘેરાતા ખેડૂતોની ચિંતા વધી

0

સમગ્ર રાજ્યમાં હાલમાં જ માવઠાએ ખેતી પાકને વ્યાપક નુકસાન પહોંચાડ્યું હતું, તો હવે ફરીથી વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો છે. ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો હતો. બુધવારના રોજ બપોર પછી અરવલ્લી સહિત આસપાસના વિસ્તારોમાં વાતાવરણ અચાનક બદલાયું હતું.

અરવલ્લી જિલ્લાના મોડાસા, ભિલોડા, મેઘરજ, માલપુર સહિતના વિસ્તારોમાં બપોર પછી અચાનક વાદળછાયું વાતાવરણ થયું હતું, બપોરે ભારે ગરમી અને અચાનક સાંજના સમયે વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. હાલમાં જ અરવલ્લી જિલ્લાના મોડાસા સહિતના વિવિધવિસ્તારોમામ માવઠાએ ખેડૂતોના પાક પર પાણી ફેરવી દીધું હતું, હજુ સર્વેની કામગીરી ચાલુ છે આ વચ્ચે ફરીથી માવઠાએ ખેડૂતોની ચિંતા વધારી હોય તેવું લાગી રહ્યું છે.

કેટલાક ખેડૂતોએ ઘઉં કાઢી લીધા છે, તો કેટલાક ખેડૂતોના ઘઉં માવઠામાં નાશ પામ્યા છે, તો કેટલાક ખેડૂતો વારંવાર વાતાવરમાં પલટાને કારણે રાહ જોઈને બેઠા છે, તેમની ચિંતા ફરીથી વધી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!