34.4 C
Gujarat
Friday, September 11, 2026
Home HeadLines અરવલ્લી જિલ્લા વિકાસ અધિકારીને શંકાસ્પદ કોરોના, લક્ષણો જણાતા ટેસ્ટ કરાવ્યો

અરવલ્લી જિલ્લા વિકાસ અધિકારીને શંકાસ્પદ કોરોના, લક્ષણો જણાતા ટેસ્ટ કરાવ્યો

0

અરવલ્લી જિલ્લામાં કોરોનાના કેસમાં હવે ધરી-ધીરે વધારો થઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. હાલ સમગ્ર રાજ્યમાં વાઈરલ ઈન્પેક્શન ના કેસ વધી રહ્યા છે. મિશ્ર ઋતુ ચાલી રહી હોવાથી શરદી-ખાંસી સહિત તાવના કેસ વધારે નોંધાઈ રહ્યા છે. આ વચ્ચે હવે કોરાનાના કેસ પણ જોવા મળી રહ્યા છે. અરવલ્લી જિલ્લા વિકાસ અધિકારીને કોરોનાના શંકાસ્પદ લક્ષણો જણાઈ આવતા આઈસોલેટ થયા છે.

અરવલ્લી જિલ્લા વિકાસ અધિકારી કમલ શાહને શરદી-ખાંસી અને તાવ હતો, ત્યારે તેમણે રેપિડ ટેસ્ટ કરાવતા કોરોનાના શંકાસ્પદ લક્ષણો જણાઈ આવ્યા હતા. કોરોનાના શંકાસ્પદ લક્ષણો હોવાથી આરટીપીસીઆર ટેસ્ટ કરાવીને તપાસ અર્થે રીપોર્ટ મોકલી આપ્યો છે, હાલ તો જિલ્લા વિકાસ અધિકારી જાતે આઈસોલેટ થયા છે.

હાલ અરવલ્લી જિલ્લામાં વાઈરલ ફ્લુ ના કેસ સતત વધી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. શરદી – ખાંસી, તાવ અને ઝાડા – ઉલટીના કેસમાં પણ વધારો જોવા મળી રહ્યો છે ત્યારે કેટલીક કાળજી રાખવાની પણ જરૂર છે. બહાર જાઓ ત્યારે માસ્ક પહેરવું અને ભીડભાડવાળા વિસ્તારમાં જવાનું ટાળવું જોઈએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!