32.7 C
Gujarat
Sunday, July 12, 2026
Home ગુજરાત રાજ્ય સરકાર દ્વારા સાથ, સહકાર અને સેવાના 100 દિવસ ના કાર્યક્રમનું આયોજન,...

રાજ્ય સરકાર દ્વારા સાથ, સહકાર અને સેવાના 100 દિવસ ના કાર્યક્રમનું આયોજન, અરવલ્લી કલેક્ટર કચેરીએ વીડિયો કોન્ફરન્સ

0
208

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં “સાથ સહકાર અને સેવાના 100 દિવસ” કાર્યક્રમનું આયોજન
અરવલ્લી જિલ્લા કલેકટર એ જિલ્લાની ટીમ સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા ઉપસ્થિત રહી કાર્યક્રમ નિહાળ્યો

ગુજરાત રાજ્યના 18માં મુખ્યમંત્રી તરીકે ભુપેન્દ્ર પટેલે 12મી ડિસેમ્બર 2022ના રોજ શપથ લીધા હતા. ગુજરાતમાં ભુપેન્દ્ર પટેલની સીએમ તરીકે આ સતત બીજી ટર્મ છે. આ સાથે આજે ભુપેન્દ્ર પટેલ સરકારના 100 દિવસ પૂર્ણ થયા છે. આજે ગાંધીનગર ખાતે ભુપેન્દ્ર પટેલની સરકારના 100ની ઉજવણી કરવામાં આવી.

સાથ સહકાર અને સેવાના 100 દિવસની ઉજવણી કરવામાં આવી. સીએમ ભુપેન્દ્ર પટેલે આજે આ પ્રસંગે સંબોધન કરી સરકારની કામગીરી વખાણી હતી.આ સાથે રાજ્યમાં લોકોના આરોગ્ય કવચ તેમજ સરહદ સુરક્ષા અને આતંરીક સુરક્ષા અંગે પણ વાત કરી હતી. સાથ સહકાર અને સેવાના 100 દિવસની ઉજવણીના ભાગરુપે  સી.આર.પાટીલ,  કનુ દેસાઇ, રુશિકેશ પટેલ અને મુખ્ય સચિવ ની ઉપસ્થિતિમા સાથ સહકાર અને સેવાના 100 દિવસ પુસ્તક્નુ અનાવારણ કર્યુ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!