26.8 C
Gujarat
Saturday, August 22, 2026
Home ગુજરાત અરવલ્લી: મોડાસાના ઉમિયા મંદિરે આઠમના દિવસે વિશેષ યજ્ઞ સંપન્ન, દર્શનાર્થીઓએ લીધો લાભ

અરવલ્લી: મોડાસાના ઉમિયા મંદિરે આઠમના દિવસે વિશેષ યજ્ઞ સંપન્ન, દર્શનાર્થીઓએ લીધો લાભ

0
175

અરવલ્લી જિલ્લાના મોડાસામાં આવેલ ઉમિયા માતાજી મંદિરમાં ચૈત્ર નવરાત્રી નિમિત્તે આઠમનો યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ પહોંચ્યા હતા.

મિની ઉંઝા ઉમિયા મંદિર તરીકે ઓળખાતા મોડાસાના ઉમિયા મંદિરે ચૈત્ર નવરાત્રીના અઠમના દિવસે યજ્ઞનું આયોજન થયું, જેમાં યજમાન પદે પટેલ ઇશ્વરભાઇ કાનજીભાઈ તથા સર્વ દર્શનાર્થીઓ તથા ઉમિયા માતાજી મંદિરના પ્રમુખ દિનેશભાઈ તથા અંબાલાલભાઈ મંત્રી તથા ઉપપ્રમુખ પ્રભુદાસભાઈ તથા સહમંત્રી અંબાલાલભાઈ તથા સર્વ ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહ્યા હતા. દર વર્ષની જેમ આ વર્ષે પણ ચૈત્ર નવરાત્રી નિમિત્તે નિત્ય ચંડીપાઠ તથા માતાજીની પુજા અર્ચના કરવામાં આવી હતી તથા સૌ ભાવિક ભક્તોને મહંત શાસ્ત્રી વિષ્ણુ પ્રસાદ મહારાજે ચૈત્ર નવરાત્રી નિમિત્તે આશીર્વાદ અર્પણ કર્યા હતા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!