27 C
Ahmedabad
Thursday, April 25, 2024

પાકિસ્તાનમાં ભૂખમરાથી સ્થિતિ વણસી, મફતનો લોટ લેતી વખતે 11ના મોત, 60 ઘાયલ


પાકિસ્તાનમાં ભૂખમરાને કારણે સ્થિતિ ખૂબ જ ખરાબ થઈ ગઈ છે. પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં તાજેતરના દિવસોમાં સરકારી વિતરણ કંપની પાસેથી મફત લોટ મેળવવાનો પ્રયાસ કરતી વખતે મહિલાઓ સહિત ઓછામાં ઓછા 11 લોકોના મોત થયા છે. અધિકારીઓએ આ માહિતી આપી છે

Advertisement

અધિકારીઓએ જણાવ્યું કે, આસમાને પહોંચેલી મોંઘવારીથી રાહત આપવા માટે, ખાસ કરીને પંજાબ પ્રાંતમાં ગરીબો માટે મફત લોટ યોજના શરૂ કર્યા પછી પાકિસ્તાનમાં સરકારી વિતરણ કેન્દ્રો પર અનેક મૃત્યુ નોંધાયા હતા. આ યોજનાનો ઉદ્દેશ્ય પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ)ના વડા ઇમરાન ખાનની વધતી લોકપ્રિયતાને ઓછી કરવાનો છે.

Advertisement

દક્ષિણ પંજાબના ચાર જિલ્લાઓ – સાહિવાલ, બહાવલપુર, મુઝફ્ફરગઢ અને ઓકારામાં મફત લોટ કેન્દ્રો પર મંગળવારે બે વૃદ્ધ મહિલાઓ અને એક પુરુષના મોત થયા હતા, જ્યારે 60 અન્ય ઘાયલ થયા હતા. અન્ય જિલ્લાઓ જ્યાં મૃત્યુ નોંધાયા છે તેમાં ફૈસલાબાદ, જહાનિયા અને મુલતાનનો સમાવેશ થાય છે.

Advertisement

પોલીસ પર મફત લોટ મેળવવા માટે લાંબી કતારોમાં રાહ જોતા નાગરિકો પર લાઠીચાર્જ કરવાનો આરોપ છે. મુઝફ્ફરગઢ અને રહીમ યાર ખાન શહેરોમાં મફત લોટની ટ્રકો લૂંટાયા બાદ સુરક્ષા દળોએ પણ કડક વલણ અપનાવ્યું હતું.

Advertisement

પંજાબના કાર્યવાહક મુખ્ય મંત્રી મોહસિન નકવીએ બુધવારે ભીડ અને નાગરિકોને અસુવિધા ઘટાડવા માટે સમગ્ર પ્રાંતમાં સવારે 6 વાગ્યે મફત લોટ કેન્દ્રો ખોલવાની જાહેરાત કરી.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!