34 C
Ahmedabad
Saturday, May 4, 2024

મોડાસા સાંઈ મંદિરમાં 101 કિલો શુદ્ધ સુકામેવા અને મીઠાઈની કેક અર્પણ : અરવલ્લી જિલ્લામાં ચૈત્ર અષ્ટમીની ઠેર ઠેર ઉમંગભેર ઉજવણી 


મોડાસા સાંઈ મંદિરે 101 કિલો શુદ્ધ સુકામેવા અને મીઠાઈની કેક અર્પણ
ભાવિકો દેવ મંદિરોમાં જઇ માથું ટેકવી દર્શન કર્યા

Advertisement

અરવલ્લી જીલ્લા માં ભગવાન રામના જન્મદિવસની ઉજવણી ઠેર ઠેર ભક્તિભાવ પૂર્વક હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી ચૈત્ર સુદ નોમનો દિવસ સાંઈબાબા અને સ્વામિનારાયણ ભગવાનના જન્મદિનની ઉજવણી પણ ધામધૂમ પૂર્વક કરવામાં આવે છે મોડાસા શહેરના માલપુર રોડ પર આવેલા સાંઈ મંદિરે ભગવાન રામ અને સાંઈબાબાના જન્મદિવસની ઉજવણીમાં 101 કિલો સૂકા મેવા અને માવામાંથી બનાવેલી કેક ધરાવી પૂજા અર્ચના બાદ કેક કાપી ઉજવણી કરવામાં આવી હતી આ ઉજવણીમાં મોટી સંખ્યામાં શહેર અને જીલ્લાના ભક્તો જોડાયા હતા અને વહેલી સવારથી મોડી રાત્રી સુધી દર્શનનો લાભ લીધો હતો

Advertisement

રામનવમીના દિવસે મોડાસા શહેરમાં 29 વર્ષ પહેલા 1992 માં શિરડી સાઈબાબા સત્સંગ મંડળ દ્વારા સાઈબાબા મંદિર ની સ્થાપના મોડાસા શહેરમાં ઓધારી તળાવની બાજુમાં કરવામાં આવી હતી જેનો પાટોત્સવ રામનવમીના દિવસે ઉજવણી કરવામાં આવે છે ત્યારે સવારે સાંઈબાબા ની આરતી વખતે સાઇબાબા મંદિરમાં ઉદેપુર થી મગાવેલ 101 કિલો માવાની કેક કાપી સાઈ નો જન્મોત્સવ ની ઉજવણી કરવામાં આવી હતી સાઈ મંદિર પરિસરમાં હોમ હવન કરી ભક્તોને મહાપ્રસાદનો લાભ લીધો હતો ભક્ત મંડળ દ્વારા મસ્ત મોટી સંખ્યા માં ભગવાન શ્રીરામ અને સાઈબાબા નગર યાત્રા મોડાસા શહેરના પંથકમાં ફેરવી રામનવમીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!