28.2 C
Gujarat
Sunday, July 12, 2026
Home HeadLines Exclusive: છેવાડાના માનવી સુધી વિકાસ પહોંચાડશે અરવલ્લીના નવા કલેક્ટર પ્રશસ્તિ પરીક, Mera...

Exclusive: છેવાડાના માનવી સુધી વિકાસ પહોંચાડશે અરવલ્લીના નવા કલેક્ટર પ્રશસ્તિ પરીક, Mera Gujarat સાથે ખાસ વાતચીત

0
375

રાજ્ય સરકારે 109 જેટલા I.A.S. અધિકારીની બદલીના આદેશ કર્યા છે ત્યારે અરવલ્લી જિલ્લામાં ફરજ બજાવતા જિલ્લા કલેક્ટર ડોક્ટર નરેન્દ્રકુમાર મીણાની ગાંધીનગર ખાતે ઈન્ડસ્ટ્રી એન્ડ માઈન ડિપાર્ટમેન્ટ માં જોઈન્ટ મેનેજિંગ ડાયરેક્ટર અને ગુજરાત ઈન્ડસ્ટ્રિયલ ગાંધીનગર ખાતે બદલી થઈ છે તો અરવલ્લી જિલ્લાના નવા કલેક્ટર તરીકે પ્રશસ્તિ પરીકની નિમણૂક થઈ છે.

કોણ છે પ્રશસ્તિ પરીક
નામ – પ્રશસ્તિ પરીક
હાલ – રીઝનલ મ્યુનિસિપલ કમિશનર, વડોદરા
વતન – જયપુર, રાજસ્થાન
બેચ – 2014, આઈએએસ
અભ્યાસ – બી.ઈ., આઈ.ટી.

તેઓનું સૌથી પહેલું પોસ્ટિંગ વિરમગામ ખાતે હતું અને ત્યારબાદ લુણાવાડા ખાતે SDM તરીકે ફરજ બજાવી ચુક્યા છે, આ સાથે જ તેઓ જામનગર અને નવસારી ખાતે જિલ્લા વિકાસ અધિકારી તરીકે પણ ફરજ બજાવી ચૂક્યા છે. હાલ તેઓ વડોદરા ખાતે રિઝનલ મ્યુનિસિપલ કચેરીમાં કમિશનર તરીકે ફરજ બજાવતા હતા, હવે રાજ્ય સરકારે તેમની અરવલ્લી જિલ્લાના કલેક્ટર તરીકે નિમણૂક કરી છે.

#MeraGujarat સાથે એક્સક્લુઝિવ વાતચીતમાં પ્રશસ્તિ પરીકે જણાવ્યું કે,અરવલ્લી જિલ્લો તેમના માટે નવો છે અને પ્રથમવાર કલેક્ટર તરીકે તેઓ કાર્યરત થવા છે, ત્યારે આદિવાસી વિસ્તારમાં છેવાડાના માનવી સુધી સરકારની વિવિધ યોજનાઓ પહોંચે તેવા પ્રયાસો કરશે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!