25.6 C
Gujarat
Wednesday, September 16, 2026
Home ક્રાઇમ અરવલ્લી : માલપુર પોલીસના નાઈટ પેટ્રોલિંગના દાવા પોકળ, ગ્રામ્ય વિસ્તારમાં ચોર બેફામ,અણીયોર...

અરવલ્લી : માલપુર પોલીસના નાઈટ પેટ્રોલિંગના દાવા પોકળ, ગ્રામ્ય વિસ્તારમાં ચોર બેફામ,અણીયોર ઇલેક્ટ્રિક દુકાનમાં 1.80 લાખની ચોરી

0

અરવલ્લી જીલ્લાના માલપુર નગર સહીત તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પોલીસ નાઈટ પેટ્રોલિંગની કામગીરી સામે અનેક સવાલ પેદા થયા છે ગ્રામ્ય વિસ્તારોમાં કેમિકલ ભરેલ વાહનો ઠાલવીને જતા રહેવાની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો થવાની સાથે ચોર-લૂંટારું ગેંગ બેફામ બની છે માલપુર તાલુકાના અણીયોર ગામમાં રોડ પર આવેલી દુકાનમાં તસ્કરો ત્રાટકી 1.80 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ જતા દુકાન માલિક પર આભ તૂટી પડ્યું છે ગ્રામ્ય વિસ્તારમાં ચોરીની ઘટનાના પગલે લોકોમાં ફફડાટ ફેલાયો છે

અણીયોર-ઉભારણ રોડ પર આવેલી બાબા રામદેવ મોટર રીવાઇંડીંગ નામની દુકાનમાં તસ્કરો ત્રાટકી દુકાનનું શટર પર લાગેલ તાળું તોડી દુકાનમાં રહેલ મોટર રીવાઇંડીંગના માલસામાનની ચોરી કરી નાસી છૂટતા દુકાન માલિક ચોંકી ઉઠ્યા હતા અણિયોરના ઉભરાણ રોડ 24 કલાક ધમધમતો રોડ છે છતાં તસ્કરો સફળ રહે છે. ભૂતકાળમાં થયેલી તસ્કરી પણ ઉકેલાયા વગરની છે. ત્યારે પોલીસ માટે પણ આવી ઘટના પડકાર રૂપ છે. ત્યારે આવી સમસ્યા નિવારવા માટે પોલીસ પેટ્રોલિંગ સઘન બનાવવા ગ્રામજનોની માગ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!