32.5 C
Gujarat
Sunday, August 2, 2026
Home ક્રાઇમ મહીસાગર : ખાનપુરની ચંદ્રિકા પરમારના હત્યારાને LCBએ સંજેલી પાસેથી દબોચ્યો, હત્યારો જીતેન્દ્ર...

મહીસાગર : ખાનપુરની ચંદ્રિકા પરમારના હત્યારાને LCBએ સંજેલી પાસેથી દબોચ્યો, હત્યારો જીતેન્દ્ર ભીમસેન MPનો, હત્યાનું કારણ વાંચો

0
278

 

મહિસાગર જીલ્લાના ખાનપુર ગામની ધોરણ 12માં અભ્યાસ કરતી ચંદ્રિકા પરમાર નામની યુવતીની કાંરટા ગામે મેળામાં ગઈ હતી,અને પરિવારથી વિખુટી પડી ગુમ થઈ ગઈ હતી. ત્યારબાદ તેની લાશ નદી કિનારે કોથળામાં બાંધેલી અવસ્થામાં મળી આવી હતી.જેને લઈને સમગ્ર જીલ્લામાં ભારેલા અગ્નિ જેવી સ્થિતીનું નિર્માણ થયુ હતુ. યુવતીના પરિવારજનોની સાથે સમાજના આગેવાનો આગળ આવ્યા હતા.અને તેના હત્યારાને પકડી પાડવા માટે આવેદનપત્રો આપ્યા હતા. એકબાજુ હત્યારાને શોધવા માટે પોલીસ દ્વારા રાતદિવસ એક કરવામા આવી રહ્યા હતા.જેના પગલે આખરે પોલીસને સફળતા મળી છે. જીલ્લા એલસીબીની ટીમે આ ગુનામા સંડોવાયેલા આરોપીને સંજેલી પાસેથી દબોચી લીધો છે.

 

મહિસાગર જિલ્લાના નાના ખાનપુર ગામની ધોરણ 12માં અભ્યાસ કરતી ચંદ્રિકા પરમાર કારંટા ગામે ઉર્સના મેળામાં પરિવાર સાથે ગયેલી હતી. જેમાં ગુમ થયા બાદ ગામ પાસેથી પસાર થતી નદીમાંથી તેનો મૃતદેહ મળી આવ્યો હતો. કોથળામાં પૂરેલી યુવતીની લાશ ધ્રુજાવી મૂકે તેવી સ્થિતિમાં મળતા લોકો પણ કંપી ઉઠ્યા હતા. જે બાદ પરિવાર અને સમગ્ર જીલ્લામાં ન્યાયની માગણી કરવામા આવી હતી.અને આરોપીને વહેલી તકે ઝડપી લેવામાં આવે તેવી માગ કરી હતી.ખાનપુર અને લુણાવાડામાં રેલી યોજી કલેક્ટર અને જીલ્લા પોલીસવડા સહિતના અધિકારીઓને આવેદન આપવામાં આવ્યું હતું. તેમજ જિલ્લા સેવા સદન દરવાજા બહાર ધરણા પણ યોજવામાં આવ્યા હતા.મહિસાગર પોલીસ દ્વારા આ કેસ મામલે સઘન તપાસ કરવામા આવી રહી હતી. જેના પરિણામના પગલે મહિસાગર જીલ્લા એલસીબી પોલીસ દ્વારા આ ગુનામાં સંડોવાયેલા આરોપી જીતેન્દ્ર ઉર્ફ જીતુને સંતરામપુર અને સંજેલી વચ્ચેના વિસ્તારમાંથી ઝડપી પાડ્યો છે.પકડાયેલો આરોપી મધ્યપ્રદેશનો હોવાની પણ વિગત સાપડી છે.

મહીસાગર ડીવાયએસપી પી.એસ. વળવીએ મિડીયાને જણાવ્યુ હતુ કે કારંટા ગામે ઉર્સના મેળા દરમિયાન વાવાઝોડા સાથે વરસાદ આવ્યો હતો. જેના કારણે ચટ્ટાઈ ઉડી જતા ચટ્ટાઈ વાળાની ચટ્ટાઈ લઈ કેટલાક લોકો ભાગતા હતા. તે વખતે ચંદ્રિકાબેન પણ આ લોકોને જોઈ ભાગવા લાગ્યા હતા. તે દરમિયાન આરોપી જીતેન્દ્ર ભીમસેન ચટ્ટાઈ બાબતે બોલાચાલી થતા ધક્કો વાગ્યો અને પડી જતા બેભાન થયા હતા. જેથી તેઓએ બાજુમાંથી કોથળો લઈ નદીમાં નાખી દેવાની આરોપીએ કબૂલાત કરતા ગુનાના અર્થે કબૂલાત કરવામાં આવી છે.આ મામલે પોલીસે ગુનો નોધીને વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!