32.3 C
Gujarat
Friday, September 11, 2026
Home ક્રાઇમ અરવલ્લી : મેશ્વો નદીના કિનારે ખુલ્લી જગ્યામાં જુગારની બાજી માંડી બેઠેલા 6...

અરવલ્લી : મેશ્વો નદીના કિનારે ખુલ્લી જગ્યામાં જુગારની બાજી માંડી બેઠેલા 6 શકુનિઓને મોડાસા ટાઉન પોલીસે દબોચી લીધા

0

અરવલ્લી જીલ્લા પોલીસવડા સંજય ખરાતે જીલ્લામાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃતિઓ અટકાવવા ગુન્હેગારો સામે શખ્ત કાર્યવાહી કરવા જીલ્લા પોલીસતંત્રને કડક સૂચના આપવામાં આવતા જીલ્લા પોલીસતંત્રે બુટલેગરો અને જુગારીઓ પર તવાઈ બોલવી છે જુગારીઓ પણ પોલીસને થાપ આપવા અવનવા નુસ્ખા અપનાવી રહ્યા છે મોડાસા ટાઉન પોલીસે રાવળવાસ નજીક પસાર થતી મેશ્વો નદીના પટમાં જુગાર રમતા 6 જુગારીઓને 4 હજારથી વધુની રોકડ રકમ સાથે ઝડપી લીધા હતા

મોડાસા ટાઉન પીઆઇ ડી.કે.વાઘેલા અને તેમની ટીમે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ હાથધરતા રાવળવાસ નજીક મેશ્વો નદીના પટની ખુલ્લી જગ્યામાં શકુનિયો જુગાર રમતા હોવાની બાતમી મળતા તાબડતોડ રેડ કરી સમગ્ર વિસ્તાર કોર્ડન કરી હારજીતની બાજી માંડી બેઠેલા 1)બાદલ વિનોદ રામી (રહે,માળીવાડા),2) યુનુસ ગુલામમોહમ્મ્દ વ્હોરા (રહે,ધોબીઢાળ),3) નરેન્દ્ર રસિક જયસ્વાલ (રહે,ખત્રીવાડા), 4)વિજય મુકેશ રાવળ (રહે,રાવળવાસ-ખત્રીવાડા),5)સતીષ સીતારામ ભોઈ (રહે,ભોઈવાડા) અને 6)ચિરાગ વિનોદ રામી (રહે,માળીવાડ)ને ઝડપી પાડી હારજીતની બાજી પર લગાવેલ અને અંગજડતી મળી કુલ રૂ.4350/- નો મુદ્દામાલ જપ્ત કરી આરોપીઓ સામે જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!