37.3 C
Gujarat
Sunday, July 12, 2026
Home ગુજરાત અરવલ્લી જિલ્લાના નવા કલેક્ટર તરીકે પ્રશસ્તિ પરીકે પદભાર સંભાળ્યો

અરવલ્લી જિલ્લાના નવા કલેક્ટર તરીકે પ્રશસ્તિ પરીકે પદભાર સંભાળ્યો

0
305

અરવલ્લી જિલ્લાના નવા કલેક્ટર તરીકે પ્રશસ્તિ પરીકે પદભાર સંભાળી દીધો છે. હાલમાં જ રાજ્ય સરકાર દ્વારા 109 આઈ.એ.એસ. અધિકારીઓની બદલીના આદેશ કર્યા હતા, જેને લઇને અરવલ્લી જિલ્લાના અધિકારી બદલાયા હતા. જિલ્લામાં કાર્યરત કલેક્ટર ડોક્ટર નરેન્દ્રકુમાર મીના ની ગાંધીનગર ખાતે બદલી કરવામાં આવી હતી. અરવલ્લી જિલ્લાના નવ કલેક્ટર તરીકે પ્રશસ્તિ પરીકની નિયુક્તિ થતાં અધિકારીઓએ સ્વાગત કરીને શુભકામનાઓ પાઠવી હતી.

કોણ છે પ્રશસ્તિ પરીક તે પણ વાંચો – http://sh028.global.temp.domains/~renewedm/MeraGujarat/news/20493/

આ પહેલા વડોદરાના રિજનલ મ્યુનિસિપલ કમિશનર તરીકે ફરજ બજાવી ચુક્યા છે. અને જામનગર અને નવસારીના જિલ્લા વિકાસ અધિકારી તરીકે પણ ફરજ બજાવી ચુક્યા છે. અરવલ્લી જિલ્લાના નવા કલેક્ટરએ પદભાર સંભાળતા અરવલ્લી જિલ્લાને લોકો અને અધિકારીઓના સાથ સહકારથી વિકાસશીલ અને પ્રગતિશીલ બનાવવાની ખાતરી આપી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!