34.4 C
Gujarat
Friday, September 11, 2026
Home ગુજરાત અરવલ્લી: માલપુરની પી.જી.મહેતા સ્કૂલના આચાર્ય નિવૃત્ત થતાં વિદાય સમારોહ

અરવલ્લી: માલપુરની પી.જી.મહેતા સ્કૂલના આચાર્ય નિવૃત્ત થતાં વિદાય સમારોહ

0

અરવલ્લી જિલ્લાના માલપુરમાં આવેલી પી. જી. મહેતા સ્કૂલમાં આચાર્ય નો વિદાય સમારોહ યોજવામાં આવ્યો હતો. માલપુર ની પી. જી. મહેતા સ્કૂલમાં વર્ષો થી શિક્ષક અને આચાર્ય તરીકે સેવા આપ્યા પછી પ્રભુદાસ ભાઈ  પટેલ નિવૃત્ત થયા છે. તેમનો વય મર્યાદા નિવૃત્તિ સમારોહ યોજવામાં આવ્યો હતો, જેમાં જી. સી. ઈ. આર. ટી. ગાંધીનગરના નિયમક ડી. એસ. પટેલ તેમજ અરવલ્લી જિલ્લા શિક્ષણાધિકારી ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

માલપુર ની પી. જી. મહેતા સ્કૂલ ખાતે આયોજિત કાર્યક્રમમાં આચાર્ય ની તેમના કાર્યકાળ દરમિયાન થયેલી કામગીરી ની પ્રજાજનો સમક્ષ રજૂ કરાઈ હતી. કેટલાય વિદ્યાર્થીઓ તેમના હાથ નીચે અભ્યાસ કરીને સારી જગ્યાએ પહોંચ્યા છે ત્યારે શિક્ષક તરીકે સેવા આપનાર શિક્ષક નો ભવ્ય નિવૃત્તિ વિદાય સમારોહ યોજવામાં આવ્યો હતો. નિવૃત્ત થનાર આચાર્ય પ્રભુદાસ પટેલ અરવલ્લી જિલ્લા માધ્યમિક શિક્ષક સંઘના મહામંત્રી તરીકે પણ પોતાની સેવાઓ આપી છે. તેમના આ નિવૃત્તિ વિદાય સમારોહમાં ગુજરાત રાજ્ય આચાર્ય સંઘના પ્રમુખ જય પ્રકાશ પટેલ પણ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા. પી. જી. મહેતા સ્કૂલ માં આયોજિત કાર્યક્રમમાં માલપુર તાલુકા કેળવણી મંડળના હોદ્દેદારો ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને નિવૃત્ત થયેલા પ્રભુદાસ પટેલ નું સન્માન કર્યું હતું. આ સાથે જ મોટી સંખ્યામાં શિક્ષક તેમજ નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!