31 C
Ahmedabad
Sunday, June 21, 2026
[uam_ad id="382"]
[uam_ad id="382"]

ટ્રક ડ્રાઈવર પોલિસ અધિકારીનો ફેન… પોલિસ અધિકારી ડ્રાઈવરને ભેટી પડ્યા, શું છે સમગ્ર મામલો વાંચો


કાયદો વ્યવસ્થા હોય કે પછી ટ્રાફિકની સમસ્યા પોલિસની કામગીરી હંમેશા ચર્ચાઓમાં રહેતી હોય છે. આજના આ યુગમાં હવે સોશિયલ મીડિયાના માધ્યમથી પણ સરકારી યોજના કે પછી કાયદો વ્યવસ્થાને લઇને બહાર પાડવામાં આવતી ગાઈડ લાઈન લોકો સુધી પહોંચાડવામાં ઘણી જ મદદરૂબ સાબિત થતી હોય છે. વધુ ને વધુ લોકો સુધી પહોંચવું હોય તો સોશિયલ મીડિયા હાલ ના સમયમાં એકમાત્ર માધ્યમ છે. આવી જ એક કામગીરી મધ્યપ્રદેશ પોલસમાં ફરજ બજાવતા પોલિસ અધિકારી ભાગવત પાંડે નું કામ પણ કંઈક આવું જ છે, જેથી સમગ્ર દેશમાં તેઓની ચર્ચાઓ થતી રહે છે. હંમેશા સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતા ભાગવંત પાંડે ફરીથી ચર્ચામાં આવ્યા છે અને તે પણ એવી રીતે કે, તેમની કામગીરીથી પ્રભાવિત થઈને એક ટ્રક ડાઈવર ફોટો પડાવવા દોડી આવ્યો હતો.

વાત જાણે એમ છે કે, ઉત્તર પ્રદેશના બનારસનો એક ટ્રક ડાઈવર મુંબઈ થી બનારસ જઈ રહ્યો હતો ત્યારે મધ્યપ્રદેશમાંથી પસાર થતા સમયે એક પોલિસ અધિકારીને જોઈને ડ્રાઈવર દોડી ગયો અને ફોટો પડાવવા માટે જણાવ્યું હતું. આ પોલિસ અધિકારી બીજુ કોઈ જ નહીં પણ મધ્યપ્રદેશ પોલિસમાં ટ્રાફિક વિભાગમાં ફરજ બજાવતા ભાગવત પાંડે હતા. ભાગવત પાંડેને જોઈને ટ્રક ડાઈવર ખૂબ જ રોમાંચિત થઈ ગયા અને અન્ય એક વ્યક્તિને ફોટો પડાવવા માટે જણાવ્યું હતું, જોકે ફોટો ખરાબ આવતા ડ્રાઈવર ગુસ્સે થઈ ગયા અને સારો ફોટો ક્લિક કરવા જણાવ્યું હતું. આ વાતચીત દરમિયાન રમૂજ દ્રશ્યો સર્જાયા હતા અને પોલિસ અધિકારી પણ ખૂબ જ ખુશ થયા હતા. સોશિયલ મીડિયા પર સક્રિય રહેતા ભાગવત પાંડે ને દેખીને જ ડ્રાઈવરે ગાડી થંભાવી દીધી અને ફોટો પડાવવા દોટ મુકી હતી.. ડ્રાઈવર જ્યારે પોલિસ અધિકારી ભાગવત પાંડે નજીક પહોંચ્યા ત્યારે કહ્યું કે, કોઈ શબ્દ નથી અને તેમનું શરીર કાપી રહ્યું છે અને વિશ્વાસ નથી થતો. આ મુલાકાત દરમિયાન ડ્રાઈવર સાથે મુલાકાત કરીને પોલિસ અધિકારી ભાવૂક થયા અને ડ્રાઈવરને ભેટી પડ્યા હતા.

ટ્રક ડાઈવર મધ્ય પ્રદેશના પોલિસ અધિકારી ભાગવત પાંડેનો કોરોના સમયથી તેમના તમામ સોશિયલ મીડિયા પર પોલો કરે છે અને તેમના દ્વારા આપવામાં આવતા ટ્રાફિક નિયમોનું પણ ડ્રાઈવર સતત પાલન કરતા રહે છે. આ મુલાકાતનો હાલ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે. એકદમ દેશી અંદાજમાં વાતચીતથી લોકો પણ ખૂબ જ પ્રભાવિત થઈ રહ્યા છે.

કોણ છે ભાગવત પાંડે
ભાગવત પાંડે મધ્યપ્રદેશ માં સમરથ ચોક સિધીમાં સુબેદાર ટ્રાફિક ઈન્ચાર્જ તરીકે કાર્યરત છે. ભાગવત પાંડે સોશિયલ મીડિયા પર ઘણાં જ એક્ટિવ છે અને સમયાંતરે તેમના વીડિયો સોશિયલ મીડિયા પર આવતા જ રહે છે. તેઓ દેશી અંદાજમાં સતત વીડિયો બનાવતા રહે છે અને ટ્રાફિકના નિયમો નું ઉલ્લંઘન કરતા વાહન ચાલકોને અનોખી રીતે પાઠ ભણાવતા હોય છે, જેથી લોકો પણ તેમને ઘણાં જ પસંદ કરતા હોય છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

વૉટ્સ એપ ચેનલમાં જોડાવા ક્લિક કરો[uam_ad id="33645"]
- Advertisement -[uam_ad id="441"]
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!