28 C
Gujarat
Friday, August 21, 2026
Home ગુજરાત અરવલ્લી: મોડાસાના રામપુર – શિણાવાડ પ્રા.શાળામાં ધો.8 ના વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ

અરવલ્લી: મોડાસાના રામપુર – શિણાવાડ પ્રા.શાળામાં ધો.8 ના વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ

0
329

અરવલ્લી જિલ્લામાં વિદ્યાર્થીઓનું નવીન શિક્ષણ કાર્ય શરૂ થવા જઈ રહ્યું છે. વિદ્યાર્થીઓ પ્રાથમિક થી મધ્યમિક, માધ્યમિક થી ઉચ્ચત્તર માધ્યમિકમાં પ્રવેશ મેળવે તે પહેલા તેમના સારા ભવિષ્ય માટે શુભેચ્છા પાઠવવાના વિશેષ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે ત્યારે મોડાસાના રામપુર-શિણાવાડ પિરાથમિક શાળાના વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાઈ ગયો હતો.

મોડાસા તાલુકા ની રામપુર (શિણાવાડ) પ્રાથમિક શાળા માં ધો. 8 ના વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો હતો. આજ રોજ સોમવારે યોજાયેલા આ કાર્યક્રમમાં ધોરણ 8 ના બાળકો ને પ્રાથમિક શિક્ષણ પૂર્ણ થતાં પરીક્ષામાં સારા માર્ક્સ સાથે ઉત્તીર્ણ થઈ આગળના ધોરણના સોપાનસર કરવા વધુ અભ્યાસ માટે શાળા પરિવાર અને એસ.એમ.સી. કમિટી દ્વારા ઉત્તરોતર પ્રગતિ કરો તેવી શુભેચ્છાઓ પાઠવી હતી. ધો. 8 ના બાળકોએ પોતાના પ્રતિભાવ આપ્યા હતા અને વિદાય લેતા બાળકોને આચાર્ય તથા શાળા પરિવાર દ્વારા પેન તેમજ પાણી બોટલ આપી શુભકામનાઓ પાઠવાઇ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!