જય અમિન, મેરા ગુજરાત
આજથી 25 થી 30 વર્ષ પહેલા લગ્નમાં શરણાઇ વગાડવામાં આવતી હતી, લગ્નના ત્રણ દિવસ કાર્યક્રમમાં શરણાઈ વગાડનાર કલાકારો વ્યસ્ત રહેતા હતા.આજે પણ ઑર્ડર મળે છે પણ કલાકારો નથી મળતા..
અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના વજાપુર ગામે રહેતા વિનુભાઈ રાવળ 40 વર્ષથી શરણાઈ વગાડે છે, તેઓ જણાવે છે કે, પહેલા ગામમાં 60 પરિવારો શરણાઇ લગ્ન પ્રસંગે વગાડતા હતા, પણ હવે માત્ર 8 થી 10 લોકો જ શરણાઇ વગાડનાર છે. હાલ જે શરણવાઈ વગાડતા નજરે પડી રહ્યા છે તે શરણાઈ વિનુભાઈ ના પિતા સમયની છે તેમાં ખાસ ખરાબી થતી નથી પરંતુ બે થી ત્રણ ઑર્ડર પછી તાડનું પાન બદલવું પડે છે, બાકી તેમાં વાંસ, સાગ અને તાંબા પિત્તળના સામાનનો ઉપયોગ કરી બનાવાય છે….
વિનુભાઈ રાવળ કહે છે કે, DJ નોતું ત્યારે લગ્ન પ્રસંગોમાં શરણાઈ વગાડવાના ઑર્ડર વધારે મળતા અને સમય પણ નહોતો,, હાલ પણ આધુનિક યુગમાં શરણાઈ વગાડવાના ઑર્ડર મળે છે પણ વગાડનાર કોઈ ન હોવાથી ઑર્ડર રદ્દ કરવા પડે છે.
શરણાઈ રાજસ્થાન ના પીઠ સિમલવાડ વિસ્તારમાં થી લાવતા હોવાનું પણ વિનુભાઈએ જણાવ્યું,,, વર્ષો જુની શરણાઈ આજે પણ તેઓ ઉપયોગ કરી રહ્યા છે એટલે નવી ઘણાં સમયથી વસાવી નથી. કાળુભાઈ રાવળ જણાવી રહ્યા છે કે, શરણાઈ વાદકોને પ્રોત્સાહિત કરવામાં નહીં આવે અથવા તો સરકાર દ્વારા જન જાગૃતિનો પ્રચાર-પ્રસાર નહીં કરવામાં આવે તો શરણાઈ વાદકો ની સાથે સાથે શરાણાઈ પણ લુપ્ત થઈ જશે.