શામળાજી નજીક હોંડા સિવિક કારમાંથી 34 હજારના દારૂ સાથે કેસરીયાજીના બુટલેગરને ઝડપ્યો, અમદાવાદ ઠાલવવાનો હતો દારૂ
Advertisement
અરવલ્લી જીલ્લાની રાજસ્થાન રાજ્યને અડીને આવેલી રતનપુર ચેકપોસ્ટ પરથી બુટલેગરો મોટા પ્રમાણમાં વિદેશી દારૂ ઠાલવી રહ્યા છે શામળાજી પોલીસે રતનપુર ચેકપોસ્ટ નજીક હોંડા સિવિક કારમાંથી 34 હજારથી વધુનો વિદેશી દારૂ સાથે રાજસ્થાની કાર ચાલક બુટલેગરને દબોચી લઇ કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી
શામળાજી પોલીસે રતનપુર ચેકપોસ્ટ નજીક રાજસ્થાન તરફથી આવતા વાહનોનું સઘન ચેકીંગ હાથધરતા ઉદેપુરથી કારમાં દારૂ ભરી અમદાવાદ તરફ પસાર થતી હોવાની બાતમી મળતા પોલીસ સતર્ક બની બાતમી આધારીત હોંડા સિવિક કાર આવતા કોર્ડન કરી કારને અટકાવી તલાસી લેતા કારની પાછળની સીટમાં ગુપ્ત ખાનું મળી આવતા પોલીસે ગુપ્તખાનું ખોલતા અંદરથી 36 બોટલ વિદેશી દારૂ કીં.રૂ.34240/-નો જથ્થો જપ્ત કરી કારચાલક બુટલેગર રમેશચંદ્ર દેવજી કલાલ (રહે,કેસરીયાજી) ને ઝડપી પાડી દારૂ અને કાર મળી રૂ.3.34 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કારમાં વિદેશી દારૂ ભરી આપનાર રાજસ્થાન ઉદેપુરનો બુટલેગર બાબુ મીણા, દારૂ મંગાવનાર અમદાવાદ મણીનગરના બુટલેગર જીમીશ ઠક્કર અને દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ કેસરીયાજીના જીતુ ભગોરા સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા