24 C
Ahmedabad
Tuesday, December 5, 2023

રાજ્યભરના ટેક્સટાઇલ ઉદ્યોગો અને આનુષાન્ગિક ઉદ્યોગોની E- ડિરેક્ટરીનું મુખ્યમંત્રીએ લોન્ચિંગ કર્યું


મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભારતને ગ્લોબલ ટેક્સટાઇલ હબ બનવવાના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સંકલ્પમાં ગુજરાતના સમગ્ર ટેક્સટાઇલ ઉદ્યોગને યોગદાન આપવામાં અગ્રેસર રાખવાની નેમ વ્યક્ત કરી છે. આ સંદર્ભે તેમણે કહ્યું કે, દેશના કુલ કપાસ ઉત્પાદન નું ૩૦% ઉત્પાદન ગુજરાતમાં થાય છે. એટલું જ નહીં ટેક્નિકલ ટેકસટાઇલમાં ૨૫% ટકાથી વધુનું યોગદાન ગુજરાત આપે છે. મુખ્યમંત્રી ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આયોજિત ટેક્સટાઇલ લીડરશીપ કોન્કલેવ માં સંબોધન કરી રહ્યા હતા.

Advertisement

ભૂપેન્દ્ર પટેલે આ પ્રસંગે રાજ્યભરના ટેક્સટાઇલ ઉદ્યોગો અને આનુષાન્ગિક ઉદ્યોગોની વિગતો એક જ પ્લેટફોર્મ પર પૂરી પાડતી E- ડિરેક્ટરીનું પણ લોન્ચિંગ કર્યું હતું. આઠ હજાર જેટલા આવા ઉદ્યોગોની યાદી અને કોન્ટેકટ એક જ પ્લેટફોર્મ પરથી મળી રહે તેવા આ અભિગમને તેમણે બિરદાવ્યો હતો.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીના દિશાદર્શનમાં ગુજરાત પોલિસી ડ્રિવન સ્ટેટની ખ્યાતિ સાથે વાઇબ્રન્ટ સમિટની સફળતાથી દેશ-વિદેશના રોકાણકારો માટે રોકાણની પ્રથમ પસંદગીવાળું રાજ્ય બન્યું છે. આવી પ્રોત્સાહક નીતિઓ અને બિઝનેસ ફ્રેન્ડલી એનવાયરમેન્ટને પરિણામે દેશના જીડીપીમાં ૮%થી વધુ અને ઇન્ડસ્ટ્રીયલ આઉટપુટમાં ૧૮%થી વધુ હિસ્સો ગુજરાત આપે છે એમ પણ તેમણે ઉમેર્યું હતું.

Advertisement

મુખ્યમંત્રીએ રાજ્યમાં PM મિત્રા ટેકસટાઇલ પાર્કના સાનુકૂળ વાતાવરણ અને અદ્યતન સુવિધાઓ માટે રાજ્ય સરકાર ટેકસટાઇલ ઉદ્યોગોની સાથે રહેશે એમ પણ આ તકે જણાવ્યું હતું. મુખ્યમંત્રીએ આ ટેકસટાઇલ લીડરશીપ કોન્કલેવ કાપડ ઉદ્યોગના અમૃતકાળ માટે ઉદ્દીપક બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કરતા આત્મનિર્ભર ભારત માટે વેપાર- ઉદ્યોગ- મહાજનો- સરકાર સૌને સાથે મળીને આત્મનિર્ભર ગુજરાતના નિર્માણમાં આગળ વધવાનું પ્રેરક આહવાન કર્યું હતું.

Advertisement

આ અવસરે ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ એસ.જે.હૈદર, GCCIના ચેરમેન પથિક પટવારી, વાઇસ ચેરમેન યોગેશ પરીખ, એસોચેમ ના ચિંતન ઠાકર,ટેકસટાઇલ ટાસ્ક ફોર્સના પ્રતિનિધિઓ, મસક્તી મહાજન માર્કેટના ચેરમેન તથા જમ્મુ-કાશ્મીરથી લઈ તામિલનાડુ સહિતના વિવિધ રાજ્યોના 40 સહિત કુલ 78 એસોસિએશનના પ્રતિનિધિઓ જોડાયા હતા. આ કોંક્લેવ ના સમગ્ર દિવસ દરમ્યાન ના બે સત્રોમાં ટેકસટાઇલ ઉદ્યોગ સાથે જોડાયેલા અનેક વક્તાઓએ ટેક્ષ્ટાઈલ ઉદ્યોગ સેકટર ના પોતાના વર્ષોના અનુભવો શેર કર્યા હતા, તેમજ ઓડિયો વિઝ્યુઅલ પ્રેઝન્ટેશન પણ કર્યું હતું.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!