31 C
Ahmedabad
Wednesday, May 8, 2024

કોરોનાની સંભવત લહેરને લઇને અરવલ્લી જિલ્લા આરોગ્ય વિભાગ સતર્ક, સાર્વજનિક હોસ્પિટલમાં મોકડ્રીલ


દેશભરમાં કોરોનાની સંભવિત લહેરને લઇને સરકાર સતર્ક બની છે, ઉચ્ચ કક્ષાએ બેઠકોનો દોર શરૂ થયો છે ત્યારે ગુજરાત સરકાર પણ પૂરતી તકેદારી રાખી રહી છે. રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં આરોગ્ય વિભાગને સતર્ક રાખવામાં આવ્યું છે, જોકે આ વખતે સારી વાત એ છે કે, કોઈપણ દર્દી હોસ્પિટલાઈઝ કે મૃત્યુ થયું હોય તેવા કેસ સામે આવ્યા નથી, પણ તકેદારીના ભાગરૂપે જિલ્લા વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગે પહેલેથી જ તૈયારીઓ કરી દીધી છે.

Advertisement

કોરોનાની સંભવિત લહેરને લઇને અરવલ્લી જિલ્લા આરોગ્ય વિભાગ પણ સાબદૂ થયું છે. મોડાસાની સાર્વજનિક હોસ્પિટલ ખાતે મોકડ્રીલ યોજવામાં આવી હતી, જેમાં કોવિડ નો દર્દીએ આવે તો કેવી રીતે તાત્કાલિક આપવી તે અંગે એક મોકડ્રીલ યોજવામાં આવી હતી. આ મોકડ્રીલ દરમિયાન રોગચાળા અધિકારી તેમજ સાર્વજનિક હોસ્પિટલના તબીબો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

અરવલ્લી જિલ્લામાં કોવિડની સ્થિતિ
અરવલ્લી જિલ્લામાં કોરોનાના કુલ 4 કેસ એક્ટિવ છે, જેમાં બાયડ – 1, ભિલોડા – 2 જ્યારે માલપુરમાં 1 કેસનો સમાવેશ થાય છે, ચારેય દર્દીઓ હાલ હોમ આઈસોલેટ છે. અરવલ્લી જિલ્લામાં કોરોનાના દર્દીઓ માટે હાલ 591 બેડની સુવિધા ઉપલબ્ધ છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!