26.2 C
Gujarat
Monday, September 14, 2026
Home ગુજરાત અરવલ્લી: મોડાસાની શ્રી. એન.એસ. પટેલ લો કોલેજના વિદ્યાર્થીઓને વિદાય, યાદગાર ક્ષણોને કેમેરામાં...

અરવલ્લી: મોડાસાની શ્રી. એન.એસ. પટેલ લો કોલેજના વિદ્યાર્થીઓને વિદાય, યાદગાર ક્ષણોને કેમેરામાં કંડારી

0

શૈક્ષણિક જીવનકાળ એ ખૂબ જ યાદગાર પળ હોય છે અને આ ક્ષણ ને કોઈ વિદ્યાર્થીઓ ખોવા નથી માંગતો, બસ આવી જ એક ક્ષણ અરવલ્લી જિલ્લાના મોડાસામાં કાર્યરત શ્રી એન.એસ. પટેલ લો કોલેજમાં જોવા મળી. મૌખિત પરિક્ષાના છેલ્લા દિવસે તમામ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા ત્યારે પ્રાધ્યાપકો સાથે વિદ્યાર્થીઓએ તેમની સાથે વિતાવેલ એ ક્ષણ હંમેશા માટે કેમેરામાં કંડારી હતી.

મોડાસાની શ્રી એન.એસ.પટેલ લો કોલેજ ખાતે વાર્ષિક પરિક્ષા પૂર્ણ થયા પછી વાર્ષિકોત્સવ શનિવાર એટલે કે, 8 એપ્રિલના રોજ યોજાઈ ગયો હતો ત્યારબાદ 9 એપ્રિલના મૌખિક પરીક્ષા યોજાઈ હતી. અરવલ્લી તેમજ અન્ય જિલ્લાઓમાંથી કાયદાની ડિગ્રી મેળવવા માટે ત્રણ વર્ષ સુધી મોડાસાની શ્રી. એન.એસ. પટેલ લો કોલેજમાં અભ્યાસ કર્યો હતો, જોકે એ ક્ષણ આવી ગઈ કે, જે દિવસે તમામ વિદ્યાર્થીઓ તેમના ગુરૂજનો અને મિત્રવર્તુળથી છૂટા પડવાનો હતો. પણ આજના આ ડિજિટલ યુગમાં છૂટા પડવા છતાં પણ નજીક હોવાનો અહેસાસ કરાવતા મોબાઈલ માં એક-એક ક્ષણને કેદ કરી હતી. એટલું જ નહીં તેમના ગુરૂજનો સાથેની એક યાદગાર પળને કેમેરામાં કંડારી હતી.

શ્રી. એન.એસ. પટેલ લો કોલેજમાં અભ્યાસ પૂર્ણ કરી ચુકેલા છઠ્ઠા સેમિસ્ટરના વિદ્યાર્થીઓએ કોલેજના આચાર્ય ડોક્ટર રાજેશ વ્યાસ, ડોક્ટર અશોક શ્રોફ, ડોક્ટર અલ્પબેન ભટ્ટી, ડોક્ટર સોનિયા જોષી તમજ લાયબ્રેરિયન પ્રતિક્ષાબેન દ્વારા કાયદાનો અભ્યાસ કરાવી વિદ્યાર્થીઓને વિદ્વાન બનાવવાની દિશામાં જે ડગલું માંડ્યું હતું, જેને લઇને તેઓનો આભાર માન્યો હતો. આ સાથે જ હર હંમેશ વિદ્યાર્થીઓને નાનામાં નાની જાણકારી આપતા કોલેજના કર્મચારીઓ સંજયભાઈ અને સંદીપભાઈનો પણ આભાર માન્યો હતો..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!