મહાદેવ ગ્રામ પંચાયત પંથકના લોકો ડમ્પિંગ સાઈટ અટકાવવા પેટ્રોલ-ડીઝલ સાથે પહોંચી આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારતા પોલીસતંત્ર સતર્ક
મહાદેવ ગ્રામ પંચાયત નજીક ડમ્પિંગ સાઈટ અન્ય સ્થળે ખસેડવામાં આવેની માંગ,નગરપાલિકા તંત્રએ ગ્રામજનોને એક સપ્તાહનો સમય આપ્યો
મોડાસા નગરપાલિકા હદ વિસ્તારમાં કાર્યરત ડોર ટુ ડોર કચરાનું કલેકશન કરી આ ઘન કચરાનો નીકાલ મદાપુર માર્ગે પર આવેલા ડમ્પીંગ સાઈટે કરવામાં આવતો હતો ડમ્પિંગ સાઈટ નજીક જીલ્લા કોર્ટનું નિર્માણ થયા પછી કોર્ટ સંકુલમાં અસહ્ય દુર્ગન્ધ ફેલાતાં સમગ્ર મામલો હાઇકોર્ટમા પહોંચ્યા પછી હાઇકોર્ટે ડમ્પિંગ સાઈટ બંધ કરવાનો ચુકાદો આપ્યા પછી મોડાસા નગરપાલિકા માટે ડમ્પિંગ સાઈટ માટે જમીન શોધવી ગળામાંનું હાડકું સાબિત થઇ રહી છે મહાદેવ ગ્રામ પંચાયત સહીત આજુબાજુના 10 થી ગામોના લોકો ડમ્પિંગ સાઈટ પર પહોંચી રોડ બ્લોક કરી ટાયર સળગાવી ડમ્પિંગ સાઈટનો વિરોધ કર્યો હતો
મોડાસા નગરપાલિકા દ્વારા મહાદેવગ્રામ (બાકરોલ) નજીક ખસેડવાની તજવીજ હાથધરી ત્યારથી 10 થી વધુ ગામના લોકોએ વિરોધ નોંધાવ્યો હતો અને થોડા મહિના અગાઉ જીલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું ત્યારે નગરપાલિકા દ્વારા ડમ્પિંગ સાઈટ માટે મહાદેવગ્રામ નજીક સરકારે ફાળવેલ જગ્યા પર સાફ સફાઈ હાથધરતાં સ્થાનીક લોકો મોટી સંખ્યામાં સ્થળ પર ઉમટી વિરોધ નોંધાવ્યો હતો અને ડમ્પિંગ સાઈટ ન બને તે માટે સામુહિક આત્મવિલોપન ની પણ ચીમકી આપી હતી
મહાદેવગ્રામ નજીક સરકારી પડતર જમીન પર મોડાસા નગર પાલીકાની ડમ્પિંગ સાઈટ માટે જમીન ફાળવણી થતા આજુબાજુના 10 થી વધુ ગામના લોકોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે પશુઓ માટે ચરાવવાની જગ્યા પર અને ગાંધી સ્મારક અને રામદેવ મંદિરના થોડા અંતરે નગરપાલિકા દ્વારા જમીન સાફ સફાઈની કામગીરી કરવા પહોંચતાની સાથે
મહાદેવ ગ્રામ,વાઘોડિયા, જીતપુર,કેશાપુર, રાજપુર, માલવણ સહીત ગ્રામ્ય વિસ્તારના લોકો મોટી સંખ્યામાં દોડી આવ્યા હતા અને ઉગ્ર વિરોધ નોધાવી નગર પાલિકા દ્વારા અન્ય સ્થળ પર ડમ્પિંગ સાઈટ બનાવવામાં આવેની માંગ સાથે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી
મહાદેવ ગ્રામ પંચાયત નજીક એકઠા થયેલા લોકોએ ડમ્પિંગ સાઈટ થી આજુબાજુના 10 થી વધુ ગામના લોકોને સ્વાસ્થ્ય સંબન્ધિત તકલીફો ઉભી થવાની સાથે હવામાં પ્રદુષણ, સમગ્ર વિસ્તારમાં અસહ્ય દુર્ગન્ધ થી નજીકમાં આવેલ રામદેવ મંદિરમાં આવતા લાખ્ખો શ્રદ્ધાળુઓ અને ગાંધી સ્મારકની મુલાકાત લેતા લોકો માટે મુશ્કેલી ઉભી કરશે ડમ્પિંગ સાઈટ થી નીલ ગાય અને ભૂંડ જેવા પ્રાણીઓ પણ ખોરાકની શોધમાં આવશે તો ખેડૂતોના ખેતરો પણ ભેલાણ થવાની ચિંતા વ્યક્ત કરી સાઈટ અન્ય સ્થળ પર ખસેડવા માંગ કરી હતી