રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગુરૂવારના રોજ અરવલ્લી જિલ્લાની મુલાકાતે જશે. અહીં તેમના અલગ અલગ કાર્યક્રમો આયોજિત કરવામાં આવ્યા હતો
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સવારે મોડાસા પહોંચશે જ્યાં ભારતીય જનતા પાર્ટી કાર્યાલય ખાતે ભાજપના કાર્યકરો સાથે સંવાદ કર્યો હતો. આ સંવાદ કાર્યક્રમમાં પ્રદેશ પદાધિકારીઓ, જિલ્લા પ્રબારી, સંગઠનના પદાધિકારીઓ, જિલ્લા મોરચાની ટીમ, જિલ્લા સેલ તથા વિભાગ સંયોજક, મંડલના પદાધિકારી, મંડલ મોરચા પ્રમુખ સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.
ત્યારબાદ 13 થી 12.45 કલાક દરમયાન જનપ્રતિનિધિઓ સાથે બેઠકનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો, જેમાં જિલ્લા ભાજપના પદાધિકારીઓ તેમજ ચૂંટાયેલા પ્રતિનિધિઓ, સહકારી ક્ષેત્રના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં જિલ્લા અધ્યક્ષ, પ્રભારી, મહામંત્રીઓ, સાંસદ, ધારાસભ્યો, પાલિકાના હોદ્દેદારો, પંચાયતના હોદ્દેદારો સહિત સહકારી સંસ્થાના હોદ્દેદારો જોડાયા હતા.
આ સાથે જ શહેરના શામળાજી રોડ પર આવેલા ધારાસભ્ય અને મંત્રી ભિખુસિંહ પરમારના કાર્યાલયની પણ મુલાકાતે પહોંચ્યા હતા.