કહેવાય છે કે દાન એ દાન પણ જયારે માનવી જન્મે છે ત્યારે કઈ પણ લઈને આવતો નથી અને મૃત્યુ થાય એટલે કઈ લઈને પણ જતો નથી પરંતુ વ્યક્તિ ના મૃત્યુ બાદ તેના કેટલાક અંગો અન્ય વ્યક્તિના જીવન ને ફરીથી ઉપયોગી નીવડે છે જેમાં આંખો થી લઇ જે તે ઉપયોગી અંગો નવું જીવત દાન આપે છે જેમાં આજે ફરી એક પરિવાર દ્વારા પોતાના દીકરા ના મૃત્યુ બાદ દીકરાની બન્યે આંખોનું દાન કરી પરિવારે એક ભગીરથી કામ કર્યું હતું જેમાં અરવલ્લી જિલ્લામાં ભિલોડા તાલુકાના ખેરાડી ગામના 23 વર્ષીય રાકેશભાઈ નું કુદરતી મોત થયા બાદ પરિવારે દીકરાની બંને આંખો નું કર્યું દાન કરી એક ભગીરથી કામ કર્યું હતું એક બાજુ પરિવાર માં 23 વર્ષીય યુવકનું મોત નીપજતા પરિવાર દુઃખમાં ડૂબેલું છે તો બીજી બાજુ ભગીરથી કાર્ય કર્યું છે જેમાં યુવકને સારવાર માટે પરિવાર હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખાતે લઇ ગયા હતા અને ત્યાં અવસાન થયું હતું જ્યાં જિલ્લા અંધત્વ નિયત્રંણ સોસાયટી જી. એમ. ઈ.આર. એસ જનરલ હોસ્પિટલ આંખો ના વિભાગ માં પરિવાર ને સમજાવ્યા બાદ પરિવાર સહમત થતા આખરે દવાખાન ખાતે મૃતક યુવકના બન્યે આંખનું ચક્ષુદાન કરાયું હતું જનરલ હોસ્પિટલ આંખો ના વિભાગ એ ચક્ષુદાન સ્વીકાર્યું હતું