27.9 C
Gujarat
Monday, July 13, 2026
Home ક્રાઇમ અરવલ્લી : LCBએ ગોધરાના ટાયર ચોર ગેંગના મુખિયાને ગણતરીના કલાકોમાં દબોચી લીધો,મોડાસામાં...

અરવલ્લી : LCBએ ગોધરાના ટાયર ચોર ગેંગના મુખિયાને ગણતરીના કલાકોમાં દબોચી લીધો,મોડાસામાં ટાયરની દુકાનમાંથી ચોર્યા હતા ટાયર 

0
124

નેત્રમ કેમેરા વધુ એક વાર ટાયર ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલવામાં મહત્ત્વની કડી રૂપ સાબિત થયા

 

અરવલ્લી જીલ્લાના મોડાસા શહેરના દેવરાજધામની તળેટીમાં આવેલ આર્યન ટાયર સર્વિસ નામની દુકાનમાંથી જુના ટાયર અને ટ્યુબની મોટી માત્રામાં ચોરી થતા દુકાન માલિકે મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધાવતા ટાઉન પોલીસ અને અરવલ્લી એલસીબી પોલીસ દોડતી થઇ હતી એલસીબી પોલીસે નેત્રમ કેમેરાની મદદથી પીકઅપ ડાલામાં ટાયર ચોરી કરનાર સબ્બીર હુસેન જબાને ગોધરાથી પીકઅપ ડાલા સાથે 2.60 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડી ચોરીમાં સંડોવાયેલ અન્ય બે આરોપીઓને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા હતા

 

અરવલ્લી જીલ્લા પોલીસવડા સંજય ખરાતે ટાયર ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલવા એલસીબી પોલીસને તપાસ સોંપતા પીઆઈ કે.ડી ગોહિલ અને તેમની ટીમે મોડાસા શહેરના બાયપાસ રોડ પર બાજકોટ ગામની સીમમાં આવેલી આર્યન સર્વિસ નામની દુકાનમાંથી 55 હજારથી વધુના જુના ટાયર અને ટ્યૂબ તેમજ ટાયરની લંગોટની ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો નેત્રમ કેમેરા સીસીટીવી રેકોર્ડિંગ અને બાતમીદારો સક્રિય કરતા ગોધરાના ત્રણ શખ્સો પીકઅપ ડાલામાં ટાયર ચોરી કરી ફરાર થયા હોવાની માહિતી પ્રાપ્ત થઇ હતી

 

અરવલ્લી એલસીબી પોલીસ ગોધરા પહોંચી તપાસ હાથધરતા

ટાયર ચોરી કરનાર ગોધરાના આંબલી ફળિયામાં વ્હોરવાડ રહેતો સબ્બીર હુસેન જબા પીકઅપ ડાલામાં ચોરીના ટાયર સાથે બાયપાસ રોડ પર મૂકી દીધું હોવાની બાતમી મળતા પોલીસ તાબડતોડ બાયપાસ રોડ પર પહોંચી ચોરીના ટાયર ભરેલ પીકઅપ ડાલાને જપ્ત કરી આરોપીને દબોચી લીધો હતો પોલીસે મોડાસા, લીંબડીયા અને લુણાવાડા માંથી ચોરી કરેલ 60 હજારના 12 જુના ટાયર અને પીકઅપ ડાલુ મળી 2.60 લાખનો મુદ્દામાલ જપ્ત કરી ગણતરીના કલાકોમાં ટાયર ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલી કાઢી અન્ય આરોપીઓને ઝડપી પાડવા તપાસ હાથધરી છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!