અરવલ્લી જીલ્લાની ગિરિમાળાઓમાં દીપડા સહીત અનેક હિંસક પ્રાણીઓનો વસવાટ જોવા મળી રહ્યો છે મેઘરજ તાલુકાના બેડજ સહીત આજુબાજુના વિસ્તારમાં ખૂંખાર દીપડો સમયાંતરે રહેણાંક વિસ્તારમાં ત્રાટકી પશુઓનું મારણ કરતા પશુપાલકો સહીત લોકોમાં ભારે ફાફડાટ જોવા મળી રહ્યો છે બેડજના જંગલમાં પશુનું મારણ કરતા વનવિભાગ તંત્ર દોડતું થયું અને જંગલ સહીત આજુબાજુના ખેતરોમાં સર્વે હાથધર્યા છે
મેઘરજના બેડજ પંથકમાં ખૂંખાર દીપડો છેલ્લા કેટલાક દિવસથી આંટાફેરા મારતો હોવાની બૂમો ઉઠી હતી ત્રણ દિવસ પહેલા બેડજ નજીક રોડ પરથી પસાર થતા બાઈક ચાલકે દીપડો જોવા મળતા બાઈક ચાલકે બેડજ પંથકમાં દીપડો હોવાની સાથે સતર્ક રહેવા આહવાન કર્યું હતું ત્યારે શનિવારે બેડજ નજીક જંગલમાં દીપડાએ પશુનું મારણ કર્યું હોવાની જાણ મેઘરજ વનવિભાગ તંત્રને થતા વનવિભાગ તંત્ર તાબડતોડ બેડજ જંગલમાં પહોંચી તપાસ હાથધરી છે
મેઘરજ વન વિભાગની નોર્મલ રેન્જના આરએફઓ જે કે ડામોર તેમના સ્ટાફ સાથે બેડજ ગામના જંગલમાં સર્વે હાથધરી દીપડાના પગલાના આધારે દીપડાને પાંજરે પુરવા માટે તંત્રએ પાંજરા ગોઠવવા તજવીજ હાથધરી છે બેડજ પંથકમાં દીપડાની દહેશતના પગલે લોકોમાં ફફડાટ ફેલાવવાની સાથે લોકો સહીત ખેડૂતો ઘરમાં પુરાઈ રહેવા મજબુર બન્યા છે ખૂંખાર દીપડાને વનવિભાગ તંત્ર ઝડપથી પાંજરે પુરે તેવી લોકમાંગ પ્રબળ બની છે





