28.2 C
Gujarat
Sunday, July 12, 2026
Home ક્રાઇમ અરવલ્લી: રિક્ષામાં દારૂની ખેપ મારતા દહેગામ દેવકરણના મુવાડાની મહિલા બુટલેગર સહીત ત્રણ...

અરવલ્લી: રિક્ષામાં દારૂની ખેપ મારતા દહેગામ દેવકરણના મુવાડાની મહિલા બુટલેગર સહીત ત્રણ ઝડપાયા, 12 હજારનો દારૂનો જથ્થો જપ્ત

0
191

 

ગાંધીના ગુજરાતમાં બુટલેગર મહિલાઓમાં પણ નોંધપાત્ર વધારો થઇ રહ્યો છે દહેગામના દેવકરણ ગામની મહિલા બુટલેગર અન્ય બે બુટલેગરો સાથે રાજસ્થાનના ઠેકા પરથી રિક્ષામાં દારૂની ખેપ મારતા ઇસરી પોલીસે દબોચી લીધી હતી પેસેંજર રિક્ષામાં દારૂની ખેપ મારી પોલીસની આંખમાં ધૂળ નાખવાનો પ્રયત્ન નિષ્ફ્ળ રહ્યો હતો પોલીસે 12 હજારથી વધુના દારૂ સાથે ત્રણને જેલના સળિયા પાછળ ધકેલી દઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી

ઇસરી પોલીસે રેલ્લાવાડા આંતરરાજ્ય સરહદ પર પેટ્રોલીંગ હાથધરતા રાજસ્થાન તરફથી વિદેશી દારૂ ભરી પેસેન્જર સીએનજી રીક્ષા ગેડ-રેલ્લાવાડા રોડ પરથી મોડાસા તરફ પસાર થવાની બાતમી મળતા પોલીસ સતર્ક બની બાતમી આધારિત રીક્ષા આવી પહોંચતા રિક્ષાને અટકાવી તલાસી લેતા રિક્ષામાંથી વિદેશી દારૂના ક્વાંટરીયા અને બિયર ટીન નંગ-111 કીં.રૂ.12300/- ના જથ્થા સાથે મહિલા સહીત ત્રણ આરોપીઓને ઝડપી પાડી દારૂ,રીક્ષા, મોબાઈલ મળી રૂ.1.20 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી દહેગામ દેવકારણના મુવાડા ગામના 1)ઉદા હીરા રાવળ,2)દિનેશ ડાહ્યા સોલંકી અને 3)ભાનુબેન નારાયણ રાઠોડ સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!