29.4 C
Gujarat
Sunday, July 12, 2026
Home HeadLines અરવલ્લી : ડમ્પર ચાલકે ઓવર ટેક કરવાની લાહ્યમાં બાઈક પર ચઢાવી દેતા...

અરવલ્લી : ડમ્પર ચાલકે ઓવર ટેક કરવાની લાહ્યમાં બાઈક પર ચઢાવી દેતા બે યુવકો કચડાઈ જતા મોત,જુઓ અકસ્માતના Shocking CCTV

0
429

 

અરવલ્લી જીલ્લામાં ટ્રક અને ડમ્પર ચાલકો બેફામ ગતિએ પસાર થતા હોવાથી નિર્દોષ વાહનચાલકો અને રાહદારીઓ માટે તેમની ઝડપ અને લાપરવાહી મોતનું કારણ બનતી હોય છે મોડાસાના શામળાજી રોડ પર આવેલી જીલ્લા સેવાસદન કચેરી નજીક ટ્રકની ઓવરટેક કરવાની લાહ્યમાં રોડ પર પસાર થતા બાઈકને પાછળથી ટક્કર મારતા રોડ પર પટકાયેલ બાઈક સવાર બે યુવકોંના ઘટનાસ્થળે કમકમાટી ભર્યાં મોત નિપજતા ભારે ચકચાર મચી હતી મૃતક બંને યુવકો ચારણવાડા ગામના હોવાની પ્રાથમિક માહિતી પ્રાપ્ત થઇ હતી.

મોડાસા ચારણવાડા ગામના બે આશાસ્પદ યુવકો બાઈક લઇ મોડાસા કામકાજ અર્થે આવ્યા હતા કામકાજ પૂર્ણ કરી પરત ઘરે ફરતા મોડાસા-શામળાજી રોડ પર જીલ્લા સેવાસદન કચેરી નજીક પસાર થતા માતેલા સાંઢની માફક ડમ્પર ચાલકે ટ્રકની ઓવર ટેક કરવાની ઉતાવળમાં બાઈકને ધડાકાભેર ટક્કર મારતા બંને યુવકો રોડ પર પટકાતા ડમ્પરના તોતિંગ ટાયર ફરી વળતા બંને યુવકો કચડાઈ જતા સ્થળ પર પ્રાણપંખેરું ઉડી ગયું હતું ડમ્પર ચાલક અકસ્માત સર્જી ફરાર થઇ ગયો હતો અકસ્માતના પગલે લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા મૃતક યુવકના પરિવારજનો ઘટના સ્થળે દોડી આવી આક્રંદ કરી મુકતા વાતાવરણમાં માતમ છવાયો હતો અકસ્માતના પગલે દોડી આવેલી પોલીસે બંને મૃતક યુવકની લાશને પીએમ માટે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!