38 C
Gujarat
Sunday, July 12, 2026
Home ગુજરાત ધઉં અને સુકો ધાસચારો (હુંસેલ) આગની જવાળાઓમાં ભસ્મીભુત, GEB ની ફરીથી લાપરવાહી...

ધઉં અને સુકો ધાસચારો (હુંસેલ) આગની જવાળાઓમાં ભસ્મીભુત, GEB ની ફરીથી લાપરવાહી !

0
290

અરવલ્લી જીલ્લાના ભિલોડા તાલુકાના સિલાસણ ગામના સીમ વિસ્તારમાં વીજ થાંભલાની ઝુલતા મીનારા જેવી વીજ પ્રવાહની લાઈન ઠેર-ઠેર સીમાડાઓમાં જોવા મળે છે. ઉનાળાની સિઝન દરમ્યાન કોઈ પણ અગમ્ય કારણોસર યુ.જી.વી.સી.એલ ની વીજ પ્રવાહની વીજળીની લાઈનમાંથી ભર બપોરે વીજ તણખલા ઝરતા શોર્ટ શર્કિટ થી સીલાસણ ગામના સીમ વિસ્તારમાં ખેતર ધરાવતા ખેડુત જેસિંગભાઈ ગોકળભાઈ પટેલના તૈયાર થયેલા મોંધા ભાવના ધઉં અંદાજીત 150 મણ થી વધુ ધઉં અને સુકો ધાસચારો (હુંસેલ) આગની જવાળાઓમાં પલભરમાં ભસ્મીભુત થઈ ગયા હતા.સીમ વિસ્તારમાં એકા-એક આગ ભભુકી ઉઠી ત્યારે અત્રે ઉલ્લેખનીય છે કે , આગની જવાળાઓના ગોટે-ગોટા દુર-દુર સુધી પ્રસર્યા ત્યારે આજુ-બાજુ વિસ્તારમાં ખેતરો ધરાવતા ખેડુતોના જીવ તાળવે ચોંટી ગયા હતા.ખેડુતો,પશુ-પાલકો અને શ્રમજીવીઓ ધટના સ્થળ પર તાબડતોડ ભેગાં થઈ હતા.

સામાજિક કાર્યકરો અને ખેડુતોએ જણાવ્યું કે , યુ.જી.વી.સી.એલ ના અધિકારીઓ અને બે-નંબરીયા કોન્ટ્રાક્ટરોની બેદરકારીના કારણે અનેક ખેડુતો ભુતકાળમાં નુકસાન ભોગવી ચુક્યા છે ત્યારે આજે સીલાસણ ગામના ખેડુતના હાથમાં આવેલો કોળીયો છીનવાઈ જતા ખેડુતને વ્યાપક નુકસાન થયું હોય ત્યારે માથે પોંક મુકીને રોવાનો વારો આવ્યો છે.

ફાયર બ્રિગેડની તાતી જરૂરિયાત :- 

અરવલ્લી જીલ્લાના ભિલોડા તાલુકાનો સમગ્ર વિસ્તાર ભૌગોલિક રીતે ધણો મોટો અંતરિયાળ ડુંગરાળ વિસ્તાર ધરાવતો ટ્રાઈબલ વિસ્તાર છે પરંતુ અત્રે ઉલ્લેખનીય છે કે અવાર-નવાર ભિલોડા તાલુકામાં કોઈ પણ જગ્યાએ ઠેર – ઠેર આગ ભભુકી ઉઠે ત્યારે હિંમતનગર,મોડાસા,ઈડર,બાયડ થી ફાયર બ્રિગેડની ટીમ બોલાવી પડતી હોય ત્યારે ફાયર બ્રિગેડની ટીમ ધટના સ્થળ પર આવે ત્યાં સુધીમાં મોટા પાયે નુકસાન પુર્ણ થઈ જતું હોય છે.ખેડુતો,વેપારીઓ અને પ્રજાજનોની વર્ષો જુની માંગણી છે કે , ભિલોડા તાલુકા મથક ખાતે ફાયર બ્રિગેડની ટીમનું સ્ટેશન ફાળવવા સંદર્ભે વારંવાર રજુઆતો છતાં પરીણામ શુન્ય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!