37 C
Ahmedabad
Saturday, May 18, 2024

લો બોલો.. હવે નગરપાલિકા ચીફ ઓફિસર પણ કરાર આધારિત લેવાશે : કોંગ્રેસના મનીષ દોશીના ભાજપ પર ચાબખા


ગુજરાતમાં સરકારી કચેરીઓમાં કોન્ટ્રાકટ પધ્ધતિ દાખલ કરી યુવાઓનું શોષણ થઇ રહ્યું છે કોન્ટ્રાકરો સરકાર પાસેથી પુરા નાણાં વસૂલી કોન્ટ્રાકટ પધ્ધતિથી નોકરી લાગેલા કર્મચારીઓની અડધો પગાર આપી રહી છે ત્યારે રાજ્ય સરકારે ૬ નગરપાલિકાઓમાં ચીફ ઓફિસરની ભરતી કરાર આધારિત કરવા માટેની જાહેરાત પ્રસિદ્ધ કરતા સરકારી નોકરી મેળવવા માંગતા ઉમેદવારોમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે ત્યારે કોંગ્રેસના પીઢ પ્રવકતા મનીશ દોશીએ વડોદરા ઝોનની નગરપાલિકાઓમાં કરાર આધારીત ચીફ ઓફિસરની ભરતી સામે ઉગ્ર વિરોધ નોંધાવી ભાજપ સરકાર સામે શિક્ષિત યુવાનોને નોકરીથી વંચિત રાખવાનું કાવતરું ગણાવ્યું હતું

Advertisement

કોંગ્રેસના પ્રવકતા મનીષ દોશીએ આજે પ્રેસ કોન્ફ્રન્સ કરી ગુજરાત સરકાર શહેરી વિકાસની મોટી મોટી વાતો કરી રહી છે બીજીબાજુ શહેરનો વિકાસ, વહીવટ અને નાણાકીય આયોજન માટે રહેલા ચીફ ઓફિસરની નિમણુંક પણ કરાર આધારિત કરવામાં આવી રહી હોવાથી શહેરનો વિકાસ રૂંધાઇ જશે તેમને શહેરી વિકાસ કમિશનરે 6 નગરપાલિકા માટે આપેલી કરાર આધારિત ચીફ ઓફિસર માટે આપેલી જાહેરાતનો ઉલ્લ્લેખ કરી જણાવ્યું હતું કે ડભોઇ, ખંભાત, બોરીયાવી, સોજીત્રા, લુણાવાડા અને ગોધરા પાલિકાની ચીફ ઓફિસરની ભરતી કરાર આધારિત કરતા શહેરનો વિકાસ રૂંધાઇ જશે તેમજ કરાર આધારિત ચીફ ઓફિસર હોવાથી જવાબદારીમાંથી છટકી શકે છે તેમજ શહેરનો વિકાસ પણ અટકી શકે છે બેરોજગાર યુવકોને સરકારી નોકરીથી વંચિત રાખવા ભાજપ સરકાર આઉટસોર્સીંગ એજન્સીઓને કામકાજ સોંપી દેતા બેરોજગાર યુવાનોને ગેરલાભ થઇ રહ્યો છે.

Advertisement

Advertisement

 

Advertisement

તો બીજી બાજુ અન્ન પુરવઠા વિભાગ દ્વારા વેચવામાં આવેલા બિનઆરોગ્ય પ્રદ ચાણાને લઇને નિવેદન આપતા જણાવ્યું કે, અન્ય અને નાગરિક પુરવઠા વિભાગ ભ્રષ્ચાચારનું એપી સેન્ટર છે. 37.74 મેટ્રિક ટન ચણા દાળ માણસને અને કેટલાક જથ્થો પશુને ખાવા લાયક ન હોવાનો પણ આક્ષેપ કર્યો છે. આ સાથે જ બેદરકાર લોકો સામે કડક કાર્યવાહીની પણ માંગ કરી, સાંભળો શું કહ્યું.

Advertisement

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!