28.2 C
Gujarat
Sunday, July 12, 2026
Home ક્રાઇમ હવે બુટલેગરો સરકારી એસટી બસના સહારે : શામળાજી પોલીસે બસ માંથી 54...

હવે બુટલેગરો સરકારી એસટી બસના સહારે : શામળાજી પોલીસે બસ માંથી 54 હજારનો વિદેશી દારૂ સાથે એક મુસાફરને દબોચ્યો 

0
111

 

ગુજરાતમાં બુટલેગરો દારૂબંધીનો ભરપૂર ફાયદો ઉઠાવી રહ્યા છે બુટલેગરો નિતનવા નુસ્ખા અપનાવી વિદેશી દારૂ ઠાલવી રહ્યા છે બુટલેગરોએ નવી મોડ્સ ઓપરેન્ડીસ અપનાવી ગુજરાત સરકારની એસટી બસમાં જ દારૂની ખેપ મારવાનું ચાલુ કરતા પોલીસ પણ ચોંકી ઉઠી છે શામળાજી પોલીસે આમેટ-અમદાવાદ બસમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ કરી બસની ડેકીમાંથી 54 હજારનો દારૂ ઝડપી લીધો હતો બસમાં દારૂની હેરાફેરી કરનાર મુસાફરને દબોચી લીધો હતો

શામળાજી પોલીસે અણસોલ ચેકપોસ્ટ પર રાજસ્થાન તરફથી આવતા વાહનોનું ચેકીંગ હાથધરતા આમેટ-અમદાવાદ એસટી બસમાં એક મુસાફર દારૂ સાથે અમદાવાદ જવા બેઠો હોવાની બાતમી મળતા પોલીસે બાતમી અધારીત બસને અટકાવી તલાસી લેતા બસની લગેજ ભરવાની ડેકીમાંથી પ્લાસ્ટિકના કોથળાના કાર્ટૂન મળી આવ્યા હતા પોલીસે કાર્ટૂન ખોલતા રૂ.54 હજારની 108 વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરી બસમાં પ્લાસ્ટિકના કાર્ટૂન મુકનાર કિશોર મુન્નાપ્રસાદ નિષાદ (રહે,બીજુરી-ઉત્તરપ્રદેશ) ને દબોચી લઇ જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો બસમાં દારૂ ભરી આપનાર હરિયાણા રેવારી હરિનગરના બુટલેગર દિપક ચૌધરી સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!