33 C
Ahmedabad
Thursday, April 25, 2024

આર્ટ્સ કોલેજ, શામળાજીના એન.એસ.એસ. પ્રો.ઓફિસર ડો જાગૃતિ પટેલને રાજ્યકક્ષાનો એવોર્ડ એનાયત


શ્રી કલજીભાઈ આર.કટારા આર્ટ્સ કોલેજ શામળાજી વિધાર્થી હિતને ધ્યાને લઈ રાષ્ટ્રીય સેવા યોજનાના માધ્યમથી અનેકવિધ પ્રવૃત્તિઓ કરી રહી છે એવામાં સમગ્ર કોલેજ જ નહીં પરંતુ અરવલ્લી જિલ્લા માટે ગૌરવની વાત એ છે કે શામળાજી કોલેજના રાષ્ટ્રીય સેવા યોજનાના પ્રોગ્રામ .ઓફિસર ડૉ. જાગૃતિ પટેલને તા-૧૯-૪-૨૦૨૩ ના રોજ સ્વર્ણિમ સંકુલ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં રાજ્ય કક્ષાનો બેસ્ટ એન એસ એસ પ્રોગ્રામ ઓફિસરનો એવોર્ડ રાજયકક્ષાના શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાના વરદ હસ્તે એનાયત થયો છે.

Advertisement

આ પ્રસંગે અગ્ર સચિવ મુકેશકુમાર (શિક્ષણવિભાગ), સંયુક્ત કમિશ્નર નારાયણ સાધુ ( ઉચ્ચ શિક્ષણ),, રાજ્ય એન.એસ.એસ.અધિકારી આર.આર.પટેલ, રિજીયોનલ ડાયરેક્ટર ગિરધર ઉપાધ્યાયે (ગુજરાત) વિશેષ ઉપસ્થિત રહીને કાર્યક્રમની શોભા વધારી હતી.આ એવોર્ડ એન.એસ.એસ.ના માધ્યમથી સામાજિક ઉત્કર્ષની શ્રેષ્ઠ કામગીરી જેવી કે બ્લડ ડોનેશન,વૃક્ષારોપણ, થેલેસેમિયા,સામાજિક જનજાગૃતિના કાર્યક્રમો, અને વિદ્યાર્થીઓને પગભર અને આત્મનિર્ભર બનાવવા માટે આપેલ વિશેષ યોગદાન વગેરે જેવા સરાહનીય કાર્યોની નોંધ લઈ સરકાર દ્વારા વર્ષ 2020-21નો શ્રેષ્ઠ પ્રોગ્રામ ઓફિસર તરીકેનો રાજ્યકક્ષાનો એવોર્ડ પ્રાપ્ત થયેલ છે. આ એવોર્ડની ઉપલબ્ધિ માટે કોલેજના પ્રિ..ડૉ. અજય કે.પટેલ અને કેળવણી મંડળના મંત્રી દિલીપભાઈ કટારાએ ડો જાગૃતિ પટેલને બિરદાવ્યા છે અને ગૌરવની લાગણી અનુભવી છે .આ પ્રસંગે કોલેજ પરિવારે પણ શુભેચ્છાઓ પાઠવી હર્ષની લાગણી વ્યક્ત કરી ડો જાગૃતિ પટેલ ઉત્તરોત્તર પ્રગતિ સાધે તેવી શુભકામનાઓ પાઠવી છે..

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!