29.4 C
Gujarat
Sunday, July 12, 2026
Home ગુજરાત અરવલ્લી જીલ્લામાં પરશુરામ જ્યંતિની હર્ષોલ્લાસ સાથે ઉજવણી, મોડાસામાં ભવ્ય શોભાયાત્રા

અરવલ્લી જીલ્લામાં પરશુરામ જ્યંતિની હર્ષોલ્લાસ સાથે ઉજવણી, મોડાસામાં ભવ્ય શોભાયાત્રા

0
515

વિષ્ણુ અવતાર એવા પરશુરામ જ્યંતિની દેશ સહિત ગુજરાત ભરમાં ઉજવણી કરવામાં આવી હતી બ્રાહ્મણદેવ ગુરુ પરશુરામ જન્મ જ્યંતિની અરવલ્લી જીલ્લામાં ઉલ્લાસ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. પરશુરામ જ્યંતિ નિમિત્તે અરવલ્લી જિલ્લાના મોડાસા અને બાયડમાં વિવિધ કાર્યક્રમો આયોજિત કરાયા હતા, જેમાં મોડાસા ખાતે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું મોડાસા શહેરમાં માલપુર રોડ પર આવેલા સાંઈ મંદિરથી ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી, જે સંસ્કૃત પાઠશાળા ખાતે સંપન્ન થઈ હતી, જ્યાંપરશુરામ દાદાની 1મહા આરતીનું આયોજન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં ભુદેવો ઉપસ્થિત રહ્યા હતા.

માલપુર રોડ પર થી પરશુરામ દાદાની ભવ્ય શોભાયાત્રા નિકળી મોડાસાના વિવિધ વિસ્તારોમાં ફરી હતી. પરશુરામ યુવા ગ્રુપ મોડાસા દ્વારા આયોજિત પરશુરામ જ્યંતિ મહોત્સવમાં મોટી સંખ્યામાં વિવિધ સમાજના આગેવાનો જોડાયા હતા. શોભાયાત્રામાં યુવાઓ, બાળકો, મહિલાઓ સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. ભગવાન પરશુરામની ધજાઓ તથા પરશુ શસ્ત્ર સાથે “જબ જબ બ્રાહ્મણ બોલા હૈ રાજસિહાંસન ડોલા હૈ” અને જય પરશુરામના નાદ થી શહેરમાં ભક્તિમય માહોલ સર્જાયો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!